એસ્ટેટ વિભાગની કામગીરી:અમદાવાદમાં બીયુ પરમિશન વગર સિંધુભવન રોડ પર ધ હાઉસ ઓફ મકેબા સહિત 44 કોમર્શિયલ એકમો સીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 15 મિલકતોમાં 56 યુનિટો ડિમોલિશન અને 44 કોમર્શિયલ એકમો સીલ કરાયા
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા બીયુ પરમિશન વગરની મિલકતો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એસ્ટેટ વિભાગે બીયુ પરમિશન ન ધરાવતા સિંધુ ભવન રોડ પર આવેલા ધ હાઉસ ઓફ મકેબા, નવરંગપુરા સનએવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલા વરંડા રૂફ ટોપ એન્ડ કાફે, આઇઆઇએમ પર આવેલા મકેબા ધ લોન્જ કાફે અને ચાંદખેડા Ioc રોડ પર આવેલી શ્રીજી દર્શન સોસાયટીમાં આવેલા આવા તમામ મિલકતોને વપરાશ બંધ કરી સીલ મારવામાં આવી છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ભાજપના સત્તાધીશોની મિલીભગતથી શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડિંગો બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ઊભી થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરમિશન વગરની મિલકતો હોય તેની વિગતો જાહેર કરી એક બે મિલકતોને તોડી દાખલો બેસાડવા જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોની રહેમનજર હેઠળ બીયુ પરમિશન વગર બિલ્ડિંગના વપરાશ અને બાંધકામ થઇ ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોને ડિમોલિશન અને સીલ કરવાની કામગીરી કરવાની શરૂ કરાઈ છે. આજે સોમવારે વધુ 15 જેટલી મિલકતોને તોડવાની અને તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 15 મિલકતોમાં બીયુ પરમિશન ન ધરાવતા 44 કોમર્શિયલ યુનિટ સીલ કરાયા છે. અત્યાર સુધીમાં 399 કોમર્શિયલ અને 329 રહેણાંક મળી કુલ 728 યુનિટ બીયુ વગરના હોવાથી વપરાશ બંધ કરી સીલ મારવામાં આવ્યા છે.

એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હતા. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્ષ કે બિલ્ડિંગ વપરાશ થઈ રહ્યો છે. છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્ષને ચાલવા દેતા હતા. ભાજપના સત્તાધીશો પણ આવા કોમર્શિયલ કોમ્પલેક્સ જે ચાલુ હોય તેની જાણ હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક તેમની પણ અંદર મિલીભગત હોવાના કારણે તેઓ આવા વપરાશને બંધ કરાવવાની તસ્દી લેતાં ન હતા.

અન્ય સમાચારો પણ છે...