પોલીસની ખાસ ઝુંબેશ:પાંચ દિવસની ડ્રાઇવમાં ટ્રાફિકમાં નડતરરૂપ 430 રિક્ષા અને 1617 વાહનો ડિટેઇન કરાયાં

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે સૌથી વધુ રિક્ષાચાલકો સામે કાર્યવાહી

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે ચાર રસ્તા ઉપર 50 મીટરની ત્રિજ્યામાં પાર્ક કરેલી કે ઊભી રહેલી રિક્ષા ડિટેઇન કરવાનું શરૂ કર્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં 430 રિક્ષા ડિટેઇન કરી ચાલક સામે ગુના નોંધ્યા છે. જ્યારે રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલા 1187 વાહન ટ્રાફિક પોલીસે ડિટેઈન કરી તેમને પણ દંડ ફટાકર્યો છે.

અમદાવાદના રસ્તાઓ પર બેફામ રીતે ચાલતી રિક્ષાના ચાલકો ચાર રસ્તા ગમે ત્યાં રિક્ષા ઊભી રાખીને પેસેન્જરને બેસાડતા - ઉતારતા હતા, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેની ગંભીરતાથી નોંધ લઇને ટ્રાફિક પોલીસે ચાર રસ્તા ઉપર 50 મીટરની ત્રિજ્યામાં પાર્ક કરેલી કે ઊભી રહેલી રિક્ષા ડિટેઈન કરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી.

આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે જુદા જુદા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલી 286 રિક્ષા ડિટેઈન કરી હતી. ગીતા મંદિર એસટી સ્ટેન્ડની આસપાસ 144 રિક્ષાઓ ડિટેઈન કરવામાં આવી હતી.

જાહેરમાં ઘાસનું વેચાણ કરતાં 49 સામે ફરિયાદ
જાહેર રસ્તા ઉપર પશુઓને ઘાસ ખવડાવતા અને ઘાસચારો વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં 5 દિવસમાં જ પોલીસે રોડ ઉપર ઘાસચારો વેચતા 49 માણસો વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

રિક્ષાચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ
ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકો સામે જે ડ્રાઈવ શરૂ કરી છે. તેમાં ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં પાર્ક કરેલી કે ઊભી રહેલી રિક્ષા ડિટેઇન કરવામાં આવે છે, જેમાં ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. - તેજસ પટેલ, ડીસીપી ટ્રાફિક

અન્ય સમાચારો પણ છે...