ગુજરાતમાં મેઘક્રાંતિ!:સિઝનનો 43% વરસાદ - 10 દિવસમાં 33% વરસાદ, 8 વર્ષમાં સૌથી વધારે; ગત વર્ષ કરતા 25% વધુ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યના 144 તાલુકામાં વરસાદ, વાગરામાં 12 કલાકમાં 11 ઇંચથી વધુ પાણી પડ્યું
  • રાજ્યમાં માત્ર 12 દિવસમાં જ સરેરાશ 12 ઇંચ વરસાદ નોંધાયો
  • રાજકોટમાં 12 કલાકમાં 12 ઇંચ, ભારે વરસાદથી કચ્છના 467 રસ્તા બંધ

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. જૂન મહિનામાં સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે જુલાઇના 12 દિવસમાં જ સરેરાશ 12 ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી કુલ વરસાદ 43 ટકા થયો છે.

ગત વર્ષે અત્યારના સમય સુધી રાજ્યમાં 17.70 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ સમય સુધી 25 ટકા વધારે વરસાદ છે. છેલ્લા 10 દિવસમાં 33 ટકા વરસાદ થયો છે. 2015થી આજ સુધી આ સમય દરમિયાનનો આ સૌથી વધારે વરસાદ છે. 2020માં 12મી જુલાઇ સુધી 30 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં જળાશયોમાં 6 દિવસમાં જળસંગ્રહમાં 9 ટકા વધારો થયો છે. રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે.

છેલ્લા 8 વર્ષનો જુલાઇ મહિનાના વરસાદના આંકડાઓ જોઇએ તો, 2017માં સૌથી વધારે વરસાદ 525 મીમી જુલાઇ મહિનામાં થયો હતો. હાલમાં 12મી તારીખ સુધી જ 300 મીમી વરસાદ થઇ ગયો છે અને હજૂ વરસાદની સંભાવનાને પગલે 2017નો રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યમાં 13 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે.અન્ય 13 જળાશયો 80 ટકાથી વધુ ભરેલા છે.

આ રીતે તૂટશે જુલાઇમાં વરસાદનો રેકોર્ડ

વર્ષસરેરાશ વરસાદ
જુલાઇ 2022

12 ઇંચ (11 દિવસમાં)

જુલાઇ 20217 ઇંચ
જુલાઇ 20209 ઇંચ
જુલાઇ 20199 ઇંચ
જુલાઇ 201815 ઇંચ
જુલાઇ 201721 ઇંચ

(જુલાઇ 2022ના આંકડા 12મી જુલાઇ સુધીના, અન્ય વર્ષોના આંકડા સમગ્ર મહિનાના)

કચ્છમાં ગત વર્ષ કરતાં 58% વધુ વરસાદ

ઝોનવરસાદ 2022વરસાદ 2021ફેરફાર
ઉત્તર23.4316.697
મધ્ય35.8617.7118
દક્ષિણ52.3818.3734
કચ્છ75.218.3158
સૌરાષ્ટ્ર43.751630
રાજ્ય42.72

17.70 25

(આંકડા સરેરાશ ટકામાં અને બન્ને ​​​​​​​વર્ષના 12 જુલાઇના રિપોર્ટના આધારે)

​​​​​​​15 તાલુકામાં 40 ઇંચથી પણ વધારે વરસાદ, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 48%

રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે. રાજ્યના જળાશયોમાં 46 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં 48 ટકા પાણીનો જથ્થો છે અને હાલમાં જળસપાટી 117 મીટરથી વધારે છે. વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે. ગત 5 જુલાઇ સુધી રાજ્યના જળાશયોમાં જળસંગ્રહ 37 ટકા હતો જે વધીને હવે 46 ટકા થયો છે.

ક્યાં કેટલો વરસાદ?

શહેરવરસાદ
ડેડિયાપાડા21 ઇંચ
તિલકવાડા20 ઇંચ
ગરુડેશ્વર16 ઇંચ
વાગરા11.8 ઇંચ
રાજકોટ12 ઇંચ
જાંબુઘોડા16 ઇંચ
અંજાર08 ઇંચ
ગાંધીધામ07 ઇંચ
નખત્રાણા04 ઇંચ
માંડવી02 ઇંચ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...