તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી ઓન ડ્યુટી પર:દારૂ, જુગાર, કોલ સેન્ટર તોડ કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા

​​​​​​​અમદાવાદ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સસ્પેન્શન બાદ નોકરી પર પરત લેવાયેલામાંથી 12 કર્મચારી અમદાવાદના
 • વર્ષોથી જ્યાં હતા ત્યાં જ ફરી ડ્યૂટી અપાતા પોલીસ બેડામાં વિરોધનો ગણગણાટ

દારૂ, જુગાર, કોલ સેન્ટર સહિતના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા પકડાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. આમાંથી 12 પોલીસ કર્મચારી અમદાવાદના છે. આ પોલીસકર્મીઓ જે શહેર કે જિલ્લામાં વર્ષો સુધી હતા, તે જ શહેર કે જિલ્લામાં ફરીવાર નોકરી પર મૂકવામાં આવ્યા છે. ડીજીપી ઓફિસ દ્વારા આ 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરી નોકરી પર લેવાતા પોલીસ બેડામાં વિરોધનો ગણગણાટ શરૂ થયો છે.

બુટલેગરો, ક્લબ માલિકો અને કોલ સેન્ટર ચલાવતા ગુનેગારો સાથે સાઠગાંઠ કરી તોડ કરતા શહેર-જિલ્લાના સંખ્યાબંધ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા, જે પૈકી 43 કર્મીઓનો સસ્પેન્શનનો પિરિયડ માર્ચ 2021ના રોજ પૂરો થતાં, તેમને ફરી નોકરી પર લેવા કે નહીં તે અંગે વિચારણા કરાઈ હતી. ત્યાર બાદ પોલીસકર્મીઓને ફરી નોકરી પર લેવાનું નક્કી કરતા વહીવટી શાખાના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશકુમાર ઝાએ આ પોલીસ કર્મીઓને નોકરી પર હાજર થવા આદેશ જારી કર્યો છે.

કાગડાપીઠમાં ખાનગી માણસ પૈસા ઉઘરાવે છે
કાગડાપીઠ વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ પરથી પોલીસ માટે રમઝાની નામનો માણસ પૈસા ઉઘરાવે છે. 12 વર્ષમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઘણાં પીઆઈ બદલાઈ ગયા, પરંતુ રમઝાનીનું સામ્રાજ્ય યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો