ભાસ્કર એક્સક્લૂઝિવ:GTUમાં 75%થી ઓછી હાજરી બદલ 4236 વિદ્યાર્થી પરીક્ષામાંથી બાકાત, એક વર્ષ બગડશે

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
  • રજાની સજા હવે જૂનમાં નવા સત્રથી હાજરી આપશે તો પરીક્ષા આપી શકશે

જીટીયુએ એન્જિનિયરિંગ, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ફાર્મસી, પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ (પાર્ટટાઇમ એન્જિનિયરિંગ) સહિતના કોર્સની કોલેજોમાં 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા 4236 વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવા નિર્ણય લીધો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરની કોલેજોના એક હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતાં તેમનંુ એક વર્ષ બગડશે. 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 2693 સેમેસ્ટર-5ના છે. પરીક્ષામાંથી બાકાત રખાયેલા આ વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થતા સેમેસ્ટરમાં નિયમિત હાજરી આપશે તો નિયમ અનુસાર એેક્ઝામ આપી શકશે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં, જેમાં 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની નોંધ કરાઈ હતી. તે પછી કોલેજોએ મોકલેલા રેકોર્ડ્સના આધારે કાર્યવાહી કરાઈ છે.

ડિપ્લોમાના સેમેસ્ટર 5ના સૌથી વધુ 2693 વિદ્યાર્થી

બ્રાન્ચવિદ્યાર્થી
બેચલર ઓફ આર્કિટેક્ટ સેમ-34
બીઈ સેમ-51114
બીઈ સેમ-7343
બેચલર હોટેલ મેનેજમેન્ટ- સેમ-77
બેચલર ફાર્મસી સેમ-53
બેચલર ફાર્મસી-સેમ-72
ડિપ્લોમા આર્કિટેક્ટ સેમ-31
ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ- 52693
ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ-738
માસ્ટર આર્કિટેક્ટ સેમ-71
માસ્ટર એન્જિનિયરિંગ સેમ-327
માસ્ટર ફાર્મસી સેમ-31
પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ સેમ-72

વિદ્યાર્થીઓ હવે વિન્ટર એક્ઝામમાં બેસી શકશે

આ વિદ્યાર્થીઓ ડિસેમ્બર-જાન્યુઆરીની વિન્ટર એક્ઝામમાંથી બાકાત રખાયા છે. વિદ્યાર્થીઓએ છ મહિના બાદ જે સેમેસ્ટરની પરીક્ષામાંથી બાકાત રખાયા છે તેમાં નવા શૈક્ષણિક સત્ર જૂનથી અભ્યાસ કરવો પડશે અને 75 ટકા ફરજિયાત હાજરી નોંધાવવી પડશે. તે પછીથી વિન્ટર એક્ઝામમાં બેસી શકશે.

અન્ય સમાચારો પણ છે...