શિક્ષકો પગારથી વંચિત:AMC સ્કૂલ બોર્ડના 4200 શિક્ષકો અને 6000 પેન્શનરોનો હજુ સુધી માર્ચ મહિનાનો પગાર ન થતા ઘર ચલાવવાના ફાંફાં, લોનના હપ્તા ચડી ગયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શિક્ષક મંડળના પ્રમુખ મુજબ હજુ 20 એપ્રિલ સુધી પગાર થવાની શક્યતા નહીંવત
  • શાસનાધિકારીનું કહેવું છે કે, 15 એપ્રિલ સુધીમાં પગાર થઈ જશે

AMC સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને પેન્શનરોનો પગાર 1 તારીખે થવાનો હતો તે હજુ થયું નથી. જેને લઈને શિક્ષકો રોષે ભરાયા છે. શિક્ષકોનું કહેવું છે કે, પગાર ના થતા ઘરના ખર્ચ અને બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ભરવામાં તકલીફ પડી રહી છે. જ્યારે શાસનાધિકારીએ કહ્યું કે, 15 એપ્રિલ સુધી પગાર થઇ જશે.

એપ્રિલના 2 અઠવાડિયા થવા છતાં પગાર નથી થયો
માર્ચ મહિનો હોવાથી પગાર 2-3 દિવસ મોડો થવાની શક્યતા હતી. પરંતુ મહિનાના 2 અઠવાડિયા પુરા થવા આવ્યા છતાં પગાર ના થતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. દર મહીને કરવામાં આવતા ખર્ચ તથા લોનના હપ્તા ભરવામાં તકલીફ પડી રહી હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું. કુલ 4200 શિક્ષકો અને 6000 પેન્શનરોનો પગાર અને પેન્શન બાકી છે.

શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલની તસવીર
શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલની તસવીર

ગ્રાન્ટ મેમો ન મળતા પગાર અટક્યો!
આ અંગે શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હ્તું કે, પગાર થયો નથી અને હજુ સુધી ગ્રાન્ટ મેમો મળ્યો નથી, ગ્રાન્ટ મેમો મળ્યા બાદ પણ 3-4 દિવસ થતા હોય છે, જેથી પગાર 20 તારીખ સુધી થાય તેવું લાગતું નથી, બીજી તરફ શિક્ષકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે તે બાબતે વિચારીને સરકાર તાત્કાલિક પગાર કરે.

15 એપ્રિલ સુધીમાં પગાર થવાની શાસનાધિકારીની ખાતરી
આ અંગે શાસનાધિકારી એલ.ડી.દેસાઈને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનો હિસાબી મહિનો હોવાથી કેટલાક વહીવટી કારણોસર પગાર થયો નથી. પરંતુ 15 એપ્રિલ સુધી પગાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...