દારૂ-જુગારના અડ્ડા પકડાયા:20 દિવસમાં દારૂ-જુગારની 42 રેડ, અમદાવાદમાં સૌથી વધુ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખિયાલ, રામોલ, માધવપુરા, સરદારનગરમાં સૌથી વધુ દારૂ પકડાયો

છેલ્લા 20 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં દારૂ- જુગારની 42 રેડ પાડી હતી, જેમાંથી સૌથી વધારે 11 રેડ અમદાવાદમાં પાડી છે. સીધા જ ગૃહ મંત્રીના તાબા હેઠળ આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે નિર્લીપ્ત રાય, કે.ટી.કામરિયાની આગેવાનીમાં આ રેડ પાડી છે. અગાઉના ત્રણ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી દારૂ-જુગારની રેડમાં સુરત સૌથી આગળ હતું, પરંતુ છેલ્લાં 20 દિવસમાં હવે દારૂ-જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં અમદાવાદ મોખરે રહ્યું છે.

અમદાવાદમાં જૂન મહિનામાં 11 વિસ્તારોમાં દારૂ-જુગારના અડ્ડા પકડાયા

 • 10 જૂને સિંધુ ભવન રોડ 25 બોટલ ભરેલી રિક્ષા સાથે 2ની ધરપકડ.
 • 13 જૂને જમાલપુરમાં જુગારના અડ્ડા પર રેડ પાડી 4ને પકડ્યા.
 • 14 જૂને રખિયાલમાં 463 લિટર દેશી દારૂ સાથે 7ની ધરપકડ.
 • 15 જૂને એલિસબ્રિજમાં 105 બોટલ સાથે 2ની ધરપકડ.
 • 17 જૂને મણિનગર રેલવે સ્ટેશન પરથી 177 લિટર દેશી દારૂ સાથે 2ની ધરપકડ.
 • 21 જૂને ખોખરામાં 383 લિટર દેશી દારૂ સાથે 2ની ધરપકડ.
 • 23 જૂને એરપોર્ટ રોડ પર આવેલા જુગારના અડ્ડા પર રેડ પાડી 7ની ધરપકડ
 • 25 જૂને રામોલમાં દારૂની 934 બોટલ સાથે 1 પકડાયો.
 • 20 જૂને માધવપુરામાં જય અંબે ચોકમાંથી દારૂની 82 બોટલ સાથે 2ની ધરપકડ
 • 29 જૂને પોલીસ કમિશનર કચેરી પાછળથી દારૂની 112 બોટલ સાથે 3ની ધરપકડ કરાઈ હતી.
 • 2 જુલાઈએ સ્ટેટ મોનિટરિંગ સેલે સરદારનગરમાં દારૂની 89 બોટલ સાથે 3 બુટલેગર અને 9 ગ્રાહકની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...