તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિ’ હિટવેવની આગાહી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનું  હવામાન કેન્દ્ર - Divya Bhaskar
અમદાવાદનું હવામાન કેન્દ્ર
  • કચ્છ,ગીર,સોમનાથ, પોરબંદર અને રાજકોટમાં બે દિવસ હિટવેવ રહેશે
  • ભુજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સુધી તાપમાન

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આવનારા 2 દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

લોકોએ ગરમીમાં તકેદારી રાખવી પડશે
હવામાન વિભાગે જણાવ્યા છે કે, ગરમીનો પારો 43ને પાર કરી શકે છે માટે લોકોને અપીલ છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળે. સાથે રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો આજે 40થી 42 ડિગ્રી રહ્યો છે. જેમાં ભુજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ ,ડીસા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનોને ઘણી તકેદારી રાખવી પડશે.

ગુરૂવારે ગુજરાત અને દીવમાં નોંધાયેલું તાપમાન

શહેર

તાપમાન (ડિગ્રીમાં)

અમદાવાદ40.8
ડીસા40.9
વડોદરા40.6
સુરત37.4
રાજકોટ41
કેશોદ38.2
ભાવનગર37.4
પોરબંદર33.4
વેરાવળ30.5
દ્વારકા32.5
ઓખા32.6
ભુજ38.6
નલિયા34.4
સુરેન્દ્રનગર41.3
ન્ચુ કંડલા38.1
કંડલા(એરપોર્ટ)40.3
અમરેલી41.4
ગાંધીનગર40.5
મહુવા27.8
દીવ33.9
વલસાડ36
વલ્લભવિદ્યાનગર38
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો