ગુજરાતના કોચિંગ ક્લાસીસ પર દરોડા:42 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા; 13 એકમના 48 ક્લાસીસ પર SGSTએ દરોડા પાડ્યા હતા, તમામ રજિસ્ટર્ડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાનું કોચિંગ કરાવતા સંચાલકો રોકડ ફી લઈ પાકી પહોંચ આપતા ન હતા

રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ચલાવતા એકમો પર 10 મેએ એસજીએસટીએ સાગમટે દરોડા પાડ્યા હતા. દરોડા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા ક્લાસીસ અને ધોરણ 10 અને 12 બોર્ડનું કોચિંગ કરાવતા ક્લાસીસ પર પડાયા હતા.

એસજીએસટીની ટીમ દ્વારા રાજ્યના 13 એકમોના 48 ક્લાસીસના સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમની પાસેથી રૂ. 42 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા, જેમાં રૂ. 6 કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે, જેની સામે 1.85 કરોડના ટેકસની વસૂલાત એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ છે.

ક્લાસીસ સંચાલકોને દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ પર 18 ટકા જીએસટી લાગુ છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રાજ્યમાં સાગમટે કલાસીસ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરોડાની કાર્યવાહીમાં તમામ કલાસીસ સંચાલકો જીએસટીમાં રજિસ્ટર હતા. આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી જીએસટીના રડારમાં આવ્યા હતા.

આ ક્લાસીસ પર દરોડા પાડવામાં આવ્યા હતા

કોચિંગ ક્લાસીસસ્થળશહેર
વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરિંગ12

અમદાવાદ,મહેસાણા, ગોધરા,

ભાવનગર, ગાંધીનગર, આણંદ,

હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ

વર્લ્ડ ઇનબોક્સ એડ્યુ.પેપર.પ્રા2ભાવનગર
વર્લ્ડ ઇન બોક્સ એકડમી4

અમદાવાદ, રાજકોટ,

ભાવનગર, હિંમતનગર

સ્વામી વિવેકાનંદ એકેડેમી

5

ગાંધનગર, ભાવનગર

વિવેકાનંદ એકેડેમી3ગાંધીનગર
કિશોર ઇન્સ્ટિટયૂટ4ગાંધીનગર
યુવા ઉપનિષદ ફાઉન્ડેશન5સુરત, નવસારી
વેબસંકુલ પ્રા.લિમિટેડ6

ગાંધીનગર, અમદાવાદ,

જામનગર, ભાવનગર

જીપીએસસી ઓનલાઇન1ગાંધીનગર
કોમ્પિટિટિવ કરિયર પોઇન્ટ1જૂનાગઢ