અમદાવાદ એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની એક મહિલા પેસેન્જરને માદક દ્રવ્યો સાથે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ઝડપી લીધી હતી. આ મહિલાએ પોતાની હેન્ડ બેગની ચેસીસમાં સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટિકની થેલીમાંથી 6 કિલો (રૂ.43 કરોડ) જેટલું હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ડીઆરઆઇએ મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને ઝિમ્બાબ્વેથી એક મહિલા અમદાવાદ એરપોર્ટ પર આવી રહી છે,તે તેની સાથે માદક દ્રવ્યો લાવી રહી હોવાની મળેલી બાતમીને આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 12 એપ્રિલે એરપોર્ટ પરથી આ મહિલાની ધરપકડ કરી હતી, જે અબુધાબીથી અમદાવાદ આવી હતી. તેના અંગત સામાનની તલાશી લેતાં રૂ. 42 કરોડની કિંમતનું 5.968 કિલો હેરોઈન પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવતાં તેની ધરપકડ કરાઈ હતી.
બે મહિનામાં150 કરોડનું હેરોઇન જપ્ત
દેશમાં હેરોઇનની ખરીદી કરતા લોકો માટે મુસાફરો જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને માદક દ્રવ્યોની હેરફેર કરી રહ્યાં છે. મુસાફરો અંગત બેગ કે સુટકેસમાં બનાવેલા વિશિષ્ટ પોલાણમાં છુપાવીને ડ્રગ્સ અને માદક દ્રવ્યોની દાણચોરી કરે છે.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીએ અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે મહિનામાં ડ્રગની હેરફેરમાં સંડોવાયેલા કુલ 7 આફ્રિકનોની ધરપકડ કરી રૂ.150 કરોડથી વધુની કિંમતની 20 કિલોથી વધુના હેરોઈનની દાણચોરી પકડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.