રખિયાલ અને વિરમગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 42 માણસોની ધરપકડ કરી હતી. પોલીસે રોકડ સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રખિયાલની દિન દયાલ ઉપાધ્યાય સોસાયટીના પાર્કિંગમાં રવિન્દ્ર જયરામ રાજપૂત સહિત 3 જણાંએ જુગારધામ શરૂ કર્યંુ હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે બુધવારે દરોડો પાડી જુગાર રમતા સિદ્દીકી યુસુફભાઈ શેખ સહિત 15 લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી23,750 રોકડ સહિત કુલ 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારધામના ત્રણેય સંચાલકને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવાળ વાસમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડી ભરત ચૌહાણ, દિલિપ પટેલ, પ્રવિણ સુથાર, ભરત ઠાકોર, નિલેશ રામી અને ભીમસિંહ ઠાકોર તેમજ અન્ય 21 માણસ મળીને 27 માણસ પકડાયા હતા. તેમની પાસેથી 18 મોબાઈલ ફોન, રોકડા રૂ.26,230 અને 6 વાહન મળીને કુલ રૂ.2.41 લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રખિયાલ અને વિરમગામમાંથી પકડાયેલા બંને જુગારધામના સંચાલકો અગાઉ પણ પકડાઈ ચૂકયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.