તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર કાઉન્સિલનો નિર્દેશ:3 મહિનામાં 283 સરકારી વકીલ સહિત 414એ સનદ જમા કરાવી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિયમ ભંગ થતા બાર કાઉન્સિલે નિર્દેશ કર્યો હતો

એનરોલમેન્ટ કમિટીના નિયમ મુજબ ત્રણ મહિનામાં 283 સરકારી વકીલ સહિત કુલ 414 લોકોએ તેમની સનદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જમા કરાવી છે. બાર કાઉન્સિલ એનરોલમેન્ટ કમિટીના ચેરમેન હીરાભાઈ પટેલે જણાવ્યું કે, વકીલાતની પ્રેક્ટિસ કરવા સનદ લીધા બાદ અન્ય નોકરી કે ધંધો કરી શકાય નહીં. ઘણા લોકો એનરોલમેન્ટ કમિટીના રૂલ્સના નિયમોનો ભંગ કરતાં એનરોલમેન્ટ કમિટીએ ઓક્ટોબરમાં જે લોકો સરકારી નોકરી, અન્ય નોકરી કે ધંધો કરતા હોય એવા લોકોને તેમની સનદ બાર કાઉન્સિલમા જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો.

112 લોકો નોકરીની સાથે વકીલાત પણ કરતા હતા
સનદ જમા કરાવનારા 414માંથી 283 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) હતા, 112 લોકો સરકારી કે અન્ય નોકરી અને બિઝનેસ કરતા હતા. જ્યારે 8 લોકોએ કોઈ ને કોઈ બીમારીને કારણે સનદ જમા કરાવી દીધી છે. ઉપરાંત 10 લોકોએ અંગત કારણ અને એક વિદેશમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો