દરોડા:અમદાવાદમાંથી 14, વડોદરાથી 12 સહિત 41 બોગસ પેઢીઓ પકડાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • GSTએ 115 સ્થળે દરોડા પાડ્યા હતા, 85 કરોડની કરચોરી પણ ઝડપાઈ
  • ખોટી રીતે આઈટીસી મેળવવાનું કૌભાંડ, મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા​​​​​​​​​​​​​​

તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ કૌભાંડને શોધવા એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રાજ્યવ્યાપી કુલ 115 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ બોગસ બિલિંગ કૌભાંડમાં એસજીએસટીને રાજ્યમાંથી 41 બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાંથી 9, ભાવનગરમાંથી 3 રાજકોટમાંથી 1 અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી છે.

આ કૌભાંડમાં કુલ રૂ. 465 કરોડનું ટર્નઓવર દર્શાવાયું છે. આ પેઢીઓ દ્વારા કુલ રૂ. 85 કરોડની આઇટીસી પાસઓન કરીને કરચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. મોટા ભાગે બોગસ પેઢીઓ સ્ક્રેપ, ફેરસ-નોન ફેરસ મેટલ, કેમિકલ, સળિયા વગરે જેવી કોમોડીટીના બિલો દ્વારા આઇટીસી લેવાઈ હતી. હાલમાં મળી આવેલા ડોક્યુમેન્ટની તપાસ ચાલી રહી છે. કેટલીક પેઢીઓના સ્થળ પરથી વ્યક્તિ મળી આવ્યા ન હોવાથી શોધખોળ હાથ ધરાઈ છે.

ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર

રાજ્યવ્યાપી પડેલા દરોડાની કાર્યવાહીના મૂળ પણ ભાવગર હોવાથી સૌથી વધારે તપાસનો ધમધમાટ ભાવનગર ખાતે કરાયો છે. ભાવગરમાં કેટલાક જીએસટી અધિકારીઓની મિલીભગતના કારણે મોટા પ્રમાણમાં બોગસ પેઢીઓ શરૂ થઇ હતી. જેને લઇ ભાવનગરના તમામ જીએસટી સ્ટાફને બદલી કરવામાં આવી હતી.

CAની તપાસમાંથી કડી મળી હતી
સુરતના રૂ. 1200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરના વડવા નેરા વિસ્તારના બાંગ્લા ગ્રૂપની તપાસમાં ભાવનગરના સીએની ધરપકડ કરાઈ હતી. ભાવનગરના સીએ મહંમદ ફૈઝલ ખોલિયા સહિત અન્ય 5 લોકોની ધરપકડ કરાઈ હતી. આ સીએને ત્યાંથી મળી આવેલા દસ્તાવેજોની તપાસમાં તે કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...