બરવાળા લઠ્ઠાકાંડના દર્દીઓની સારવાર:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41 દાખલ; 20 હીમોડાયાલિસીસ, ત્રણ વેન્ટિલેટર પર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર

બરવાળા લઠ્ઠાકાંડના 17 અસરગ્રસ્તોને મંગળવાર સાંજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાં લવાયા, પરંતુ 24 કલાકમાં દર્દીઓની સંખ્યા વધીને 41 સુધી પહોંચી છે, જેમાં 20 દર્દીને વધુ અસર થતાં કેમિકલની અસર દૂર કરવા તેમ જ કિડની પર થયેલી અસરને દૂર કરવા માટે ડાયાલિસીસ કરાયું છે, જ્યારે 3 દર્દીની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે તેમ જ હોસ્પિટલના સાઇકોલોજી વિભાગ દ્વારા દાખલ દર્દી અને સગાને નશાથી દૂર રાખવા માટે કાઉન્સેલિંગ કરશે.

સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધીમાં 17 દર્દી દાખલ કરાયા હતા તેમ જ મંગળવાર સાંજથી બુધવાર સાંજ સુધીમાં 24 દર્દીને દાખલ કરાતાં હોસ્પિટલમાં હાલ 41 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 20 દર્દીનું હીમોડાયાલિસીસ કરાયું છે, જ્યારે 3 દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે મોટાભાગના દર્દીમાં પેટમાં દુખાવો, ઊલટી, આંખે ધૂંધળું દેખાવા જેવી ફરિયાદોને ધ્યાનમાં રાખી આઈવી ફ્લૂડ, દવાની સાથે ઇથેનોલ (50 ટકા) અપાયું છે.

હોસ્પિટલમાં દાખલ તમામ 41 દર્દી તેમ જ સગાં નશાથી દૂર રહે તે માટે સિવિલના સાઇકોલોજી વિભાગનાં વડાં ડો. મિનાક્ષી પરીખ અને ટીમ દ્વારા દારૂથી થતાં નુકસાનની જાણકારી તેમ જ દુ:ખ ભૂલવા કે દેખાદેખીમાં દારૂ પીવાથી થતી ગંભીર અસરોથી બચવા કાઉન્સેલિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...