તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળદરના દરમાં 27 વર્ષ બાદ સુધારો:સંપાદન થતી જમીન પરના આંબાના એક વૃક્ષનું 40 હજાર વળતર ચૂકવાશે

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે જમીન સંપાદન સાથે ખેડૂતોને વૃક્ષોના વળતરના દરમાં 27 વર્ષે સુધારો કર્યો
 • ચંદનના ઝાડના 50 હજાર અને ચીકુના ઝાડના 38,400 રૂપિયા સુધીનું વળતર મળશે

રાજ્યમાં વિકાસ કામોમાં સંપાદિત થતી જમીનોની સાથે તે જમીન પર ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવેલા ફળાઉ અને અન્ય પ્રકારના વૃક્ષોના વળદરના દરમાં 27 વર્ષ બાદ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ સંપાદિત થતી જમીન પર આંબાના એક વૃક્ષનું મહત્તમ 40,800 રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ચીકુના ઝાડનું મહત્તમ 38,400 રૂપિયા વળતર ચૂકવાશે. ચંદનના ઝાડનું સૌથી વધુ 50 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવાશે.

રાજ્યમાં વૃક્ષ ઉછેરના ખર્ચમાં થયેલો વધારો, ઉત્પાદનના ભાવમાં વધારો અને તે વૃક્ષ જો ખેડૂત પાસે હોત તો તેની કેટલી ઉપજ મળી શકત તે બાબતો ઉપરાંત રોપા-કલમની કિંમત, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને ખેતમજૂરોના વેતમાં થયેલા વધારા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે વળતરનું ધોરણ નક્કી કર્યું છે. વૃક્ષો કેટલા વર્ષ જૂના છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

સંપાદન અધિકારી કિંમત નક્કી કરશે
મહેસૂલ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જમીન સંપાદન અધિકારીએ સ્વવિવેક પ્રમાણે ઝાડની કિંમત નક્કી કરવાની રહેશે. સરકારે ઝાડના પ્રકાર પ્રમાણેના મહત્તમ દરો નક્કી કર્યા છે. જેમે ધ્યાનમાં લવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો