અમદાવાદની દીકરીએ શરૂ કરેલા 'we help'ગ્રુપમાં 400 લોકો જોડાયા, જરૂરિયાતમંદને મફત ભોજન-દવા અપાય છે

400 people joined 'we help' group launched by Ahmedabad daughter, free food and medicine is given to the needy
X
400 people joined 'we help' group launched by Ahmedabad daughter, free food and medicine is given to the needy

  • ચાદનીએ શરૂ કરેલા ગ્રુપમાં અમદાવાદ અલગ-અલગ વિસ્તારના 400થી વધુ યંગસ્ટર જોડાયેલા છે 
  • સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદની ચાંદનીએ આ વર્ક શરૂ કર્યું છે, રોજ 150થી વધુને ટિફિન
  •  પહોંચાડે છે 

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 03:07 PM IST

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત 21 દિવસ માટે લોકોડાઉન છે. ત્યારે અમદાવાદના યુથના એક ગ્રૂપ દ્વારા અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો કે જે એકલા રહેતા હોય તેમની મદદ કરવા માટે ઘરે-ઘરે જમવાનું અને દવાઓ પહોંચાડી રહ્યા છે. 

યંગસ્ટરો પોતાના ઘરેથી ભોજન બનાવી અન્ય લોકોને પહોંચાડે છે

અમદાવાદની એક દીકરી ચાંદનીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવ્યું છે. જેનું નામ 'we help' આપ્યું છે. આ ગ્રૂપના માધ્યમથી પી.જીમાં રહેતા અને વૃધ્ધ લોકોને જમવાનું અને દવા પહોંચાડવાની મુહિમ ચલાવવામાં આવી છે. હાલમાં આ ગ્રૂપમાં 450થી વધુ યુવાનો જોડાઈ ગયા છે. જે અલગ અલગ વિસ્તારમાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વૃધ્ધોનો સંપર્ક કરી પોતાના ઘરે જ જરૂર પ્રમાણેનું ભોજન બનાવી પહોંચાડવા લાગ્યા છે. ધીમે ધીમે આ ગ્રુપના માધ્યમથી આજે 150થી વધુ લોકોને ભોજન અને દવા પહોંચાડવામાં આવી રહી છે.
લોકોને ફૂડ પહોંચાડવું મુશ્કેલ બનતા 'we help'નામથી ગ્રુપ બનાવ્યું

આ અંગે 'we help'ના ચાંદનીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારા ફાઉન્ડેશનમાં અનેક લોકો મદદ માંગતા હતા. પરંતુ અલગ અલગ વિસ્તારમાં ફૂડ પહોંચાડવું મુશ્કેલ હતું. તેથી we help નામનું ગ્રૂપ બનાવ્યું અને તેમાં અન્ય લોકોને જોડાવવા અપીલ કરતા જ 450થી વધુ યુથ તેમા જોડાઈ ગયું હતું. તેથી અમે મદદ મંગનારનો સંપર્ક અમારા સ્વયંસેવકને તેના વિસ્તાર પ્રમાણે આપવા લાગ્યા જેથી નજીકમાં રહેલા લોકો સુધી મદદ પહોંચે, આ કામ શરૂ કર્યુ, હજુ પણ ઘણા લોકો અમારી સાથે આવી રહ્યા છે, ચાંદની નું કહેવું છે કે, અમે પીજીમાં રહેતા અને જમવાનું સેટના કરી શકે તેવા લોકોની સાથે વૃદ્ધોને અમારા ઘરથી રસોઈ બનાવી આપી રહ્યાં છીએ જેના લીધે અમારે કોઈ ડોનેશનની જરૂર ના પડે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી