રોજગાર મેળાનો પ્રારંભ:GUના 400 વિદ્યાર્થીને ડિગ્રી પહેલાં વાર્ષિક 4 લાખ સુધીનાં પેકેજ ઓફર

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોબ ફેરમાં 10 સેક્ટરની 73 કંપની જોડાઈ
  • 33 કોલેજના 1100 વિદ્યાર્થીએ ભાગ લીધો

રાજ્યના શિક્ષણ વિભાગ (નોલેજ કોન્સેર્ટિયમ ઓફ ગુજરાત) દ્વારા આયોજિત પ્રથમ તબક્કાના રોજગાર મેળાનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના સ્કૂલ ઓફ મેથ્સ ડિપાર્ટમેન્ટમાં યોજાયેલા બે રોજગાર મેળામાં કુલ 10 સેક્ટરની 73 કંપની જોડાઈ હતી, જ્યારે યુનિવર્સિટીની ઝોન-1, નોડ-1ની અમદાવાદ-ગાંધીનગરની 33 કોલેજના કુલ 1100 ઉમેદવારે ભાગ લીધો હતો, જેમાંથી 400ની પ્રાથમિક પસંદગી કરાઈ છે.

પસંદગી પામનારા ઉમેદવારોને વાર્ષિક 1.80 લાખથી 4 લાખ સુધીનાં જોબ પેકેજ ઓફર કરાયાં છે. આ પ્લેસમેન્ટ ડ્રાઇવ માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ વિવિધ સેક્ટરની કંપનીઓમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. બેન્કિંગ, માર્કેટિંગ, આઈટી, મેન્યુફેક્ચરિંગ, ઇન્સ્યોરન્સ, સર્વિસ, રિટેલ, ઓટોમોબાઇલ જેવા સેક્ટરની 10 કંપનીએ ભાગ લીધો હતો. એચડીએફસી, ટોયેટા, એલઆઈસી ઇન્સ્યોરન્સ, કટારિયા ઓટોમોબાઇલ, પ્લેનેટ હ્યુન્ડાઈ, એનઆઈઆઈટી, પાર્શ્વનાથ ગ્રૂપ ઓફ કંપનીસ, ટેક મહિન્દ્રા, યુનિસન ગ્લોબલ, ડેન્ગીડમ્સ, જસ્ટ ડાયલ, મુથૂટ ફાઇનાન્સ જેવી કંપનીઓ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...