સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર:24 કલાકમાં રાજ્યમાં 40થી 60 કિ.મી. ગતિના પવન સાથે વરસાદની શક્યતા; 28થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ‘ગુલાબ’ વાવાઝોડું બંગાળની ખાડીથી MPના ઉ. પશ્ચિમ વિસ્તારો તરફ આગળ વધ્યું

ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે તેમ જ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

કયા કયા જિલ્લામાં વરસાદની વકી
28 સપ્ટેમ્બર | આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર
29 સપ્ટેમ્બર | 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ
30 સપ્ટેમ્બર | દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા.

અન્ય સમાચારો પણ છે...