પ્રતીક ભટ્ટ
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી)ની ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં છેલ્લા પાંચ વર્ષમાં 40થી 45 ટકા સીટો ખાલી રહી છે. ઈન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયરોની માગની સામે રાજ્યમાં ડિપ્લોમા ઈજનેરીની કુલ બેઠકોનંુ પ્રમાણ વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું તજજ્ઞોનું માનવું છે. જેમાં સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની ખાલી રહેલી બેઠકોની સંખ્યા 25થી 30 ટકાની આસપાસ જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. સૌથી વધુ કમ્પ્યુટર, આઈટી, આઈસીટી, કેમિકલ બ્રાન્ચની બેઠકો ભરાઈ છે. તેની સામે સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક સહિતની બ્રાન્ચોની બેઠકો ખાલી રહી છે.
આ વખતે મોટાભાગના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર, આઈટી સહિતની ઈમર્જિંગ બ્રાન્ચ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ભારે રસ દાખવ્યો છે. જ્યારે સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક, ઈલેકટ્રિકલ, ઈસી, ટેક્સટાઈલ, બાયો મેડિકલ સહિતની બ્રાન્ચમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓછો રસ દાખવ્યો છે. વર્ષ 2022-23 માટે રાજ્યની 145 ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની 68,161 સીટોની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કુલ 41147 બેઠકો ભરાઈ છે, જ્યારે 27014 બેઠકો ખાલી રહી છે. સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ ડો. જીતુભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કમ્પ્યુટર આઇટી સહિતની ઇર્મજિંગ બ્રાન્ચમાં સારા પગારની નોકરીની તકો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય બ્રાન્ચમાં વિદ્યાર્થીઓનો ઓછો ધસારો છે.
આ કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી રહે છે
ડિપ્લોમા કોલેજોની સ્થિતિ
વર્ષ | સંસ્થા | કુલ સીટ | પ્રવેશ | ખાલી સીટ |
2018 | 144 | 61650 | 43172 | 18478 |
2019 | 148 | 74715 | 41510 | 33205 |
2020 | 142 | 64169 | 36814 | 27355 |
2021 | 144 | 66804 | 41160 | 25644 |
2022 | 145 | 68161 | 41147 | 27014 |
બ્રાન્ચ પ્રમાણે ખાલી બેઠકોની સ્થિતિ
બ્રાન્ચ | કુલ સીટ | ખાલી સીટ | ટકાવારી |
સિવિલ | 7458 | 4387 | 58.82 |
ઓટોમોબાઈલ | 2364 | 1698 | 71.83 |
મિકેનિકલ | 9781 | 5204 | 53.21 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.