શિક્ષણ સર્વે:લોકડાઉન પછી 40 ટકા વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં તકલીફ, 60 ટકાની હપતા સિસ્ટમની ઈચ્છા સાથે સ્કૂલ-સરકાર તરફથી ફીમાં ડિસ્કાઉન્ટની આશા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિનટેક સ્ટાર્ટઅપ ક્રેડિન દ્વારા અમદાવાદમાં 15,000 વાલીઓનો સર્વે હાથ ધરાયો
  • 70 ટકા વાલીઓ કોરોનાનો ખાત્મો ના થાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા માગતા નથી

કોવિડ-19ના કેસો વધી રહ્યા છે અને સ્કૂલો ફરી ક્યારે નિયમિતપણે ચાલુ થશે એ અંગે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે. ત્યારે વાલીઓ નવા શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ ફી અંગે સત્તાવાળાઓ પાસેથી નિર્દેશોની પ્રતીક્ષા કરી રહ્યા છે. લગભગ 40 ટકા વાલીઓ આ વર્ષે લોકડાઉન પછી સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોવિડના લીધે ધંધા અને નોકરીઓ પર અસર પડી હોવાથી વાલી સમુદાય હાલ બચત પર વધારે ધ્યાન આપી રહ્યો છે અને ફી ચૂકવવા માટે સરળ હપતાની સુવિધાઓ ઈચ્છી રહ્યો છે.

30,000 વાલી સર્વેમાં ભાગ લેવા આમંત્રિત હતા
વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાત સ્થિત અગ્રણી ફિનટેક કંપની ક્રેડિને એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો. ભારત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ફિનટેક કંપની ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામ થકી વાલીઓને સ્કૂલ ફી સમયસર ચૂકવવામાં મદદ મળે છે જેમાં તેઓ શૂન્ય ટકા વ્યાજદરે હપતેથી એની પુનઃચુકવણી કરી શકે છે. લગભગ 30,000 વાલીઓને આ સર્વેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા હતા, જેમાંથી 50 ટકા વાલીઓએ તેમની આર્થિક સ્થિતિ અને અન્ય નાણાકીય બાબતો અંગે વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

60 ટકા વાલીઓની સ્કૂલ ફી માટે હપતા સુવિધાની ઈચ્છા
સર્વે મુજબ પંચાવન ટકા વાલીઓ માને છે કે હાલની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં હાથમાં રોકડ રાખવી જરૂરી છે અને આથી જ તેમને સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરવો પડી રહ્યો છે. 68 ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ ફરીથી પહેલાં જેવી થતાં સમય લાગી શકે છે. એવું નથી કે લોકો ફી ચૂકવવા માગતા જ નથી. 60 ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવા માટે હપતાની સુવિધા ઈચ્છી રહ્યા છે. સારા સમાચાર આવવાની આશાએ 40 ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છે, કારણ કે તેમને આશા છે કે સ્કૂલ કે સરકાર તરફથી તેમને ફીમાં ડિસ્કાઉન્ટ મળશે.

વાલીઓને વગર વ્યાજે હપતેથી ફી ચૂકવવાનો વિકલ્પ મળશે
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમને વાલીઓ પાસેથી અનેક રજૂઆતો મળી હતી કે તેમને ફીમાં ચુકવણી મોડેથી કરવાથી છૂટ આપવામાં આવે અથવા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે. વાસ્તવિક લાગે તેવા કિસ્સામાં અમે વાલીઓને શક્ય એટલી મદદ કરી છે. મહામારીના લીધે સરકારના સૂચનના પગલે 25 ટકા ફી પણ જતી કરી છે. આ સ્થિતિમાં ફિક્સ ખર્ચા મેનેજ કરવા કોઈપણ સ્કૂલ માટે પડકારભર્યું છે. ક્રેડિન શિક્ષા પ્રોગ્રામથી અમારા વાલીઓને વગર વ્યાજે હપતેથી ફી ચૂકવવાનો વિકલ્પ મળશે અને સ્કૂલને પણ ખર્ચા મેનેજ કરવા માટે સમયસર પૈસા મળી રહેશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

70 ટકા વાલીઓ હાલ બાળકોને સ્કૂલે મોકલવા માગતા નથી
સર્વેમાં અનિશ્ચિતતાના ડર હેઠળ જીવતા લોકોની બદલાયેલી માનસિકતા અંગે પણ જાણવા મળ્યું. 51 ટકા લોકો માને છે કે કોવિડ-19થી સામાન્ય જીવન પર આ વર્ષે પણ અસર પડશે એટલે સ્કૂલોએ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવું જોઈએ. 70 ટકા વાલીઓ જ્યાં સુધી કોરોનાનો ખાત્મો ના થાય ત્યાં સુધી પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા માગતા નથી. બાવન ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ પુનઃથાળે પડતાં હજુ સમય લાગશે.

સ્કૂલને ફિક્સ્ડ ખર્ચ, ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ મેનેજ કરવા ફી જોઈએ છે
સ્કૂલ ફીનો નાણાકીય બોજ હળવો કરવા ક્રેડિન વાલીઓને સરળ હપતાની સુવિધા પૂરી પાડે છે. એક વખત વાલી ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ હેઠળ રજિસ્ટ્રેશન કરાવે પછી ક્રેડિન સ્કૂલની જરૂરિયાત મુજબ વાલીઓ તરફથી સ્કૂલને વિદ્યાર્થીની આખા વર્ષની ફી ચૂકવે છે. વાલીઓ શૂન્ય ટકા વ્યાજદરે સરળ હપતામાં આ ફી ક્રેડિનને પરત કરે છે. આ અંગે ક્રેડિનના સહસ્થાપક બીરજુ નાયકે જણાવ્યું હતું કે, ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ થકી અમે વાલીઓને સરળતાથી સ્કૂલ ફી ચૂકવવામાં મદદરૂપ થઈએ છીએ અને તેનાથી ઘણી હકારાત્મક અસરો જોવા મળી છે. સ્કૂલને ફિક્સ્ડ ખર્ચ અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ મેનેજ કરવા માટે ફી જોઈએ છે. ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ સાથે અમે સ્કૂલ અને વાલીઓ બંને માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરીએ છીએ.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

2019માં ક્રેડિનની સ્થાપના કરવામાં આવી હતી
ક્રેડિન એ ડીપીઆઈઆઈટી, ભારત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત અગ્રણી ફિનટેક કંપની છે, જે નવીનતમ ડિજિટલ ધિરાણ-ઉપાયો ઓફર કરે છે. સિટી બેન્કમાં કામ કરી ચૂકેલા બીરજુ નાયક અને રૂપેશ બિશ્નોઈ દ્વારા 2019માં ક્રેડિનની સ્થાપના કરવામાં આવી હતી અને હાલ તે ગુજરાતથી શરૂ થયેલી અગ્રણી રિટેલ લેન્ડિંગ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવી છે.

સ્કૂલો વાલીઓના હિત માટે નવાં સમાધાનો શોધવા ઉત્સુક
ક્રેડિનમાં અમે કિફાયતી ધિરાણની ખરેખર જરૂરિયાત હોય તેવા લોકો માટે યોગ્ય ધિરાણ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે ટેક્નોલોજીનું સંકલન કરીએ છીએ. ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ ક્રેડિટ અને ટેક્નોલોજીની મદદથી એજ્યુકેશન ઈકોસિસ્ટમ સુભગ બનાવવા માટે છે. અમને પાર્ટનર સ્કૂલ્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્કૂલો વધુ દૂરંદેશી, ટેક-સેવી, વાલીઓ માટે ચિંતિત છે અને એટલે જ વાલીઓના શ્રેષ્ઠ હિત માટે નવાં સમાધાનો શોધવા માટે ઉત્સુક છે, એમ ક્રેડિનના સહસ્થાપક રૂપેશ બિશ્નોઈએ જણાવ્યું હતું.