કોરોના ઇફેક્ટ:30-45 વર્ષના 40% લોકો હેલ્ધી લાઇફ માટે આર્યુવેદ તરફ વળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રુટિન લાઇફમાં પણ આર્યુવેદ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધતા વેચાણમાં 25% નો વધારો

કોરોના બાદ લોકો માત્ર આર્યુવેદિક ઉપચાર જ નહિ પણ રૂટિન લાઇફમાં આર્યુવેદિક પ્રોડક્ટ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થઇ ગયા છે. આ ટ્રેન્ડને લઇને સિટીભાસ્કરે વૈધ આદિત્યનાથ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે 35-55 વર્ષના લોકોમાં આ બદલાવ વધારે જોવા મળી રહ્યો છે. આજ વાતને લઇને આર્યુવેદિક પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોર ઓનર્સે જણાવ્યુ હતુ કે આર્યુવેદિક પ્રોડક્ટનું વેચાણ વધતા તેમના બિઝનેસમાં પણ 15-20 ટકાનો વધારો થયો છે.

કોરોના બાદ આર્યુવેદની ટ્રીટમેન્ટ માટે આવતા લોકોમાં 30-35 ટકાનો વધારો જોવા મળ્યો છે
દર્દીંઓની સંખ્યામાં 30-35 ટકાનો વધારો થયો છે. મારા મતે હવે લોકો એ માનતા થઇ ગયા છે કે આર્યુવેદથી સાઇડ ઇફેક્ટ નહિ સાઇડ બેનિફિટ છે જેથી લોકો હવે નેચરલ પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ દ્વારા હેલ્ધી રહેવાનુ પસંદ કરી રહ્યા છે. - વૈધ આદિત્ય પારેખ

આયુર્વેદિક દવાઓના વેચાણમાં છેલ્લા 1 વર્ષમાં 25-30% વધારો
આર્યુવેદિક દવાઓના વેચાણમાં વધારો થયો છે. લોકો હેલ્ધી રહેવા માટે ઇમ્યુનિટી બુસ્ટર દવા અને આર્યુવેદિક પાઉડર સૌથી વધુ ખરીદી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સરેરાશ બિઝનેસમાં 25-30 ટકાનો વધારો થયો છે. - હસમુખભાઈ પ્રજાપતિ, LVG સ્ટોર

ગિલોય, ઘનવટીનો રુટિનમાં વપરાશ વધતા વેચાણ 20% વધ્યું
ગિલોય, ઘનવટી તેમજ અન્ય આર્યુવેદિક દવાઓનો રુટિનમાં વપરાશ વધ્યો છે. આ દવાની કોઇ આડઅસર નથી જેથી લોકો રુટિનમાં વપરાશ કરતા થઇ ગયા છે. જેથી તેની ડિમાન્ડમાં પણ 15-20 ટકાનો વધારો થયો છે. - કામધેનુ આયુર્વેદિક સ્ટોર્સ

પ્રેગનેન્સીમાં કોરોના થતા આર્યુવેદ ઉપચારથી બેકાબૂ સ્થિતિમાં રાહત
મારી પત્નીને પ્રેગનન્સીના સાતમા મહિને કોરોના થતા સ્થિતિ મુશ્કેલ બની ગઇ હતી પણ આર્યુવેદ ટ્રીટમેન્ટથી રાહત મળી સાથે જ અસ્થમામાં પાઇપનો ઉપયોગ કરવો પડતો હતો જે બંધ સદંતર બંધ થઇ ગયો. આર્યુવેદ ઉપચારમાં વિશ્વાસ વધ્યો છે. - જીમ્મીભાઈ, દર્દીના સગા

13 વર્ષથી બલ્ડ પ્રેશરની સમસ્યા હતી, આર્યુવેદથી નિદાન શક્ય બન્યું
૧૩ વર્ષથી BPની તકલીફ હતી જેનું આયુર્વેદ દ્વારા નિવારણ આવ્યું. ઉપરાંત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, જેવી બીમારી અને ૧૧ વર્ષથી મેન્સ્ટુઅલ સાઈકલ રેગ્યુલર નહોતી જે હવે રેગ્યુલર થઈ. ફક્ત એક વર્ષની આયુર્વેદિક સારવાર દ્વારા વર્ષો જૂના રોગમાં રાહત મળી. - સોનલબેન આચાર્ય , દર્દી

76 વર્ષે આર્યુવેદથી કોરોનાને માત આપી, ડાયાબિટિસ કન્ટ્રોલમાં આવ્યો
મારી ઉંમર 76 વર્ષ છે. મને ડાયાબિટિસ છે અને કોરોના પોઝિટીવ આવતા તકલીફ વધી ગઇ હતી. ઉમર હોવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઇ ગઇ હતી. પણ મે આર્યુવેદ ટ્રીટમેન્ટ અપનાવી કોરોને તો માત આપી સાથે જ અત્યારે ડાયાબિટિસ પણ કન્ટ્રોલમાં છે. - મોહિતભાઈ હરડે, દર્દી

અન્ય સમાચારો પણ છે...