બરવાળા લઠ્ઠાકાંડ:લઠ્ઠાકાંડના 600 લિટર મિથેનોલમાંથી 40 લિટરનો હિસાબ બે દિવસે મળ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લઠ્ઠાકાંડમાં વપરાયેલું મિથેનોલ અમદાવાદની એમોસ કેમિકલ કંપનીમાંથી લઈ જવાયું હતું. - Divya Bhaskar
લઠ્ઠાકાંડમાં વપરાયેલું મિથેનોલ અમદાવાદની એમોસ કેમિકલ કંપનીમાંથી લઈ જવાયું હતું.
  • આરોપી જયેશે બુટલેગરોને સપ્લાય કરેલા મિથેનોલમાંથી શરૂઆતમાં 460 લિટર કબજે કરાયું હતું
  • અમદાવાદ જિલ્લાના બુટલેગરોને 40 લિટર મિથેનોલ અપાયાનું તપાસમાં પુરવાર

લઠ્ઠાકાંડમાં આરોપી જયેશ ખાવડિયા બુટલેગરોને સપ્લાય કરેલા 600 લિટર મિથેનોલમાંથી 460 લિટર પોલીસે કબજે કર્યું હતું. જ્યારે 100 લિટર મિથેનોલ બુટલેગરોએ દારૂ તરીકે વેચી દીધું હોવાથી લોકો પી ગયા હતા. જ્યારે બાકી રહેલા 40 લિટર મિથેનોલનો હિસાબ ન મળતાં પોલીસની ટીમોએ 40 લિટર મિથેનોલનો તાગ મેળવવા કામે લાગી હતી. જોકે 2 દિવસ પછી તે 40 લિટર મિથેનોલ અમદાવાદ જિલ્લામાં સપ્યાલ કરાયું હોવાનું પુરવાર થયું હતું.

જયેશે તેના પિતરાઈ બુટલેગર સંજયને 600 લિટર મિથેનોલ આપ્યું હતું, જે જયેશે છૂટાછવાયા બુટલેગરોને વેચી દીધું હતું. બુટલેગરોએ તે મિથેનોલને દારૂમાં ભેળવીને દેશી દારૂ તરીકે ગ્રાહકોને પીવડાવી દીધું હતું, જેના કારણે થયેલા લઠ્ઠાકાંડમાં 55નાં મોત નિપજ્યાં હતાં. પોલીસ 2 દિવસથી 40 લિટર મિથેનોલ શોધી રહી હતી, 2 દિવસની તપાસને અંતે 40 લિટર મિથેનોલ અમદાવાદ જિલ્લાના બુટલેગરો પાસેથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

બુટલેગરોના ફોન એક્ટિવ હોવાથી તુરંત પકડાયા
પોલીસનું કહેવું છે કે, લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા બુટલેગરોના ફોન એક્ટિવ જ હતા, જેથી પોલીસે નંબરના આધારે તમામને ઝડપી તેમની પાસેનું મિથેનોલ કબજે કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે, બુટલેગરોના નંબર બંધ થઈ ગયા હોત તો તેમને પકડવામાં તકલીફ પડત તથા તેમણે કોને કોને મિથેનોલ પીવડાવ્યું હતું તે જાણવામાં પણ તકલીફ પડત.

મિથનોલ શોધવાનું કામ મોનિટરિંગ સેલને સોંપાયું હતું
લઠ્ઠાકાંડની જાહેરાત થઈ ત્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલ બોટાદ પહોંચી ગયું હતું. એટલું જ નહીં બુટલેગરોમાં વહેંચાઈ ગયેલા મિથેનોલ શોધવાની જવાબદારી પણ તેમને જ સોંપાઈ હતી, જેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રથમ તબક્કામાં 460 લિટર અને બીજા તબક્કામાં 40 લિટર મિથેનોલ 2 દિવસમાં શોધી કાઢ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...