મિની ટ્રક ઝડપાઇ:મહેસાણા- અડાલજ હાઈવે પર 40 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝની ટીમે મહેસાણા અડાલજ હાઈવે પર નંદાસણ બ્રિજ પાસેથી રૂ.40 લાખની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ ભરીને જતી મિની ટ્રકને ઝડપી હેરાફેરી કરનારા ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

સીઆઈડી ક્રાઈમના પીઆઈ એસ.એચ.શર્મા અને ટીમે બાતમીના આધારે મહેસાણા અડાલજ હાઈવે પર નંદાસણ બ્રિજ પાસે વોચ ગોઠવીને એક મિની ટ્રકને રોકી તપાસ કરી હતી. તેમાંથી વિદેશી બનાવટનો કિંમત રૂ.40,23,960નો દારૂ સહિત કુલ રૂ.50 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ડ્રાઇવર અરવિંદ જગતપાલ યાદવ(ઉ.25, રહે. ઉત્તરપ્રદેશ)ની વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપી કોની પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને કોના કહેવાથી કોને સપ્લાય કરવા માટે જઈ રહ્યો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...