અમદાવાદમાં હીટવેવ:બપોરે 1 વાગે 40 ડિગ્રી ગરમી, 4 જ કલાકમાં વધીને 44 થઈ ગઈ; પક્ષીઓ ડિહાઈડ્રેડ થતાં ઈન્જેક્શનથી ORS અપાયા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પક્ષીઓ ડિહાઈડ્રેડ થતાં ઈન્જેક્શનથી ORS અપાયા - Divya Bhaskar
પક્ષીઓ ડિહાઈડ્રેડ થતાં ઈન્જેક્શનથી ORS અપાયા
  • ઉત્તર-પશ્ચિમના ગરમ-સૂકા પવનની અસરથી હીટવેવ
  • શહેરમાં 14 મે સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની વકી
  • અમદાવાદ સહિત 7 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર થયું

ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં 44 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ સિવાય 7 શહેરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 40 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. એ પછી માત્ર 4 કલાકમાં ગરમીનો પારો 40થી સીધો 44 પર પહોંચી ગયો હતો. આગામી 14 તારીખ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બપોરના 1 વાગે પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો. ત્યારબાદ ગરમી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 2.6 ડિગ્રી વધીને 44 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં આ સિઝનમાં એપ્રિલથી મે દરમિયાન ત્રીજીવાર હીટવેવને લીધે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. આ અગાઉ 3 એપ્રિલથી 1 મે દરમિયાન બે વાર ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. સૂકા ગરમ પવનોથી રાજ્યના મોટાભાગ શહેરો ગરમીની લપેટમાં આવી ગયાં છે. સમગ્ર રાજ્યમાં 44.6 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હજુ પણ ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી છે.

29 એપ્રિલે સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
હીટવેવના પહેલા રાઉન્ડમાં 3થી 9 એપ્રિલ વચ્ચે 42થી માંડી 44 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે બીજા રાઉન્ડમાં 43થી 44 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

પક્ષીઓ ડિહાઈડ્રેડ થતાં ઈન્જેક્શનથી ORS અપાયા
ઉનાળા આવા આકાર તાપથી પક્ષીઓ ડિહાઇડ્રેશન થવાને કારણે નચી પટકાઈ રહ્યા છે. આ અંગે પાંજરાપોળ સ્થિત જીવદાય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિક શાસ્ત્રીએ જણાવ્યું કે, હાલ રોજના 100થી વધુ પક્ષી સારવાર માટે લવાય છે. જેમાં 15 ટકા નાના બચ્ચાંહોય છે. આ નાના બચ્ચાંને ઈન્જેક્શનની મદદથી ઓઆરએસ અપાય છે. જેમાં સૌથી વધારે કબૂતર, સમડી અને પોપટના બચ્ચાં હોય છે. આ બચ્ચાં માળામાં એકલા હોય છે ત્યારે તેઓ પાણીની શોધમાં ઉડવાની કોશિશ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેમને પાણીના સોર્સની ખબર ન હોવાથી નીચે પટકાય છે.

અન્ય સમાચારો પણ છે...