તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:40% રેસ્ટોરાંના ખરાબ હાલ, કર્ફ્યૂમાં હોમ ડિલિવરીની મંજૂરી આપવા માંગ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 9 વાગે કર્ફ્યૂ શરૂ થતાં લોકો 7:30 વાગે પછી આવતાં નથી, રેસ્ટોરાં પણ 8:30 વાગે બંધ કરવા પડે છે

કોરોનાનાં સતત વધતા જતા કેસને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યૂને રાત્રે 9થી સવારેનાં 6 વાગ્યા સુધી લાદવામાં આવ્યો છે. જ્યારે હવે તેમાં 15મી એપ્રિલ સુધી વધારો કરવામાં આવ્યો છે. જેનાં લીધે રેસ્ટોરન્ટ્સ, કેફેનાં બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર પહેલાં જીએસટી, પછી ડિમોનિટાઇઝેશન અને ત્યારબાદ લૉકડાઉન 1 આવ્યાં. જેને કારણે આ બિઝનેસમાં ભારે કફોડી સ્થિતિ સર્જાઇ છે. જીએસટી અને ડિમોનીટાઇઝેશન બાદ લાગતુ હતું કે હળવેથી પાછા સારી સ્થિતિમાં આવીશું. પરંતુ લૉકડાઉન અને કોરોનાને કારણે હવે તે આશા પણ નથી રહી. જ્યારે ઓનલાઈન ઓર્ડરમાં પણ વધારે નફો નથી મળી રહ્યો ત્યારે અમદાવાદની 40 % જેટલી રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે પહોંચી છે. જેથી અમુક રેસ્ટોરન્ટના માલિકોની એક અપીલ છે કે કર્ફ્યૂ દરમિયાન ફૂડની હોમ ડિલિવરીની મંજુરી આપવામાં આવે.

9 વાગ્યાના કર્ફ્યૂમાં 8 વાગ્યે બંધ કરવા પડે છે રેસ્ટોરન્ટ, બિઝનેસ ફરીથી 70 ટકા ઘટી ગયો
રાત્રે 9 વાગ્યાનો કર્ફ્યૂ છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો રાત્રે 8 વાગતાં જ રેસ્ટોરન્ટ બંધ કરાવવા આવી જાય છે. જેથી તેમની સાથે રોજ તકરાર ઊભી થાય છે. 9 વાગ્યે કર્ફ્યૂ હોવાથી કામ કરતા લોકોએ પણ ઘરે પહોંચવાનું હોય છે માટે વહેલું બંધ કરવું પડે છે. રેસ્ટોરન્ટમાં ડાઈનિંગનું ચલણ વધારે છે. લોકો રેસ્ટોરન્ટનું એમ્બિયન્સ એન્જોય કરવા આવે છે. શહેરના લોકો મોટા ભાગે રાત્રે જમવા આ‌વવાનું પસંદ કરતા હોય છે જેમાં 70 ટકાનો ઘટાડો થયો છે. ઓનલાઇન ઓર્ડર્સનું ઓપ્શન પ્રાયોરિટીમાં હતું જ નહીં અને ફાયદો થતો નથી. 8 પછી ઓનલાઇન ફૂડ પોર્ટલ્સ બંધ થઈ જાય છે. નીતિન કકવાની, રેસ્ટોરન્ટ ઓનર, સિન્ધુભવન

રેસ્ટોરન્ટ બિઝનેસ લૉકડાઉન બાદ ખરાબ પરિસ્થિતિમાં છે, પાર્સલની પરવાનગી આપો
નાઇટ કર્ફ્યૂને કારણે લોકો 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવાનાં પ્રયાસ કરે છે. એમાં રેસ્ટોરન્ટમાં જમવાનું વિચારશે જ નહીં. રેસ્ટોરન્ટ્સનો બિઝનેસ જીએસટી, ડિમોનીટાઇઝેશન અને લૉકડાઉન બાદથી વધુ ખરાબ સ્થિતિમાં આવી ગયો છે. 40 ટકા રેસ્ટોરન્ટ્સ બંધ થવાની હાલત પર આવી ગયા છે. જ્યારે 10 ટકા રેસ્ટોરન્ટ્સ પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈ રહ્યાં છે. મારા મતે નાઇટ કર્ફ્યૂમાં ગેધરિંગ બંધ થાય ત્યાકર પછી પાર્સલ અને હોમ ડિલિવરીની પરવાનગી આપવામાં આવે તો બિઝનેસ સારી રીતે ચાલી શકશે. પરવાનગી અપાય તો અમને ઘણે અંશે રાહત મળી શકે છે. નિર્મીત વૈષ્ણવ, કેફે ઓનર, પ્રહલાદનગર

બિઝનેસ બેસી ગયો, ભાડા કે પગારો નથી નીકળી રહ્યાં
નાઇટ કર્ફ્યૂ જો બંધ નહીં થાય તો હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતી અત્યારે વર્તાઇ રહી છે. લૉકડાઉનનાં સમયથી આજ સુધી 40 ટકાથી વધારે રેસ્ટોરન્ટ્સ બંધ થઈ ગયાં છે અને હજુ પણ જો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો હજુ બીજા રેસ્ટોરન્ટ્સ બંધ થઈ જશે. રેસ્ટોરન્ટ માલિકો તેમના રેસ્ટોરન્ટ્સનાં ભાડા ભરી શકવાની સાથે કર્મચારીનાં પગાર આપી શકે તેવી સ્થિતિમાં હવે રહ્યાં નથી. હાલ ઓનલાઇન ઓર્ડર્સમાં પણ વધારો થઇ રહ્યો નથી. જેને કારણે રેસ્ટોરન્ટ ઓનર્સને વધારે તકલીફો પડી રહી છે. - નરેન્દ્રભાઈ સોમાણી, TGB, એસજી હાઈવે

કર્ફ્યૂ 9 વાગ્યાથી પણ રેસ્ટોરાં 7.30થી બંધ કરી દેવા પડે છે
સંક્રમણની બીકને લીધે સાંજે 7.30 વાગ્યા પછીથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. રેસ્ટોરન્ટનાં માલિકોને 8.30થી જ કસ્ટમર્સનાં પ્રવેશ બંધ કરી દેવા પડે છે. જેથી રેસ્ટોરંટમાં કાર્ય કરતા લોકો કર્ફ્યૂ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરે પહોંચી શકે. હવે કાયદો અને કસ્ટમર વચ્ચે રેસ્ટોરન્ટનાં માલિકો ખોટી રીતે પીસાઈ રહ્યાં છે. હવે રેસ્ટોરન્ટમાં સ્ટાફ પણ મલ્ટિટાસ્કીંગ જોઈએ છે. એક જ વ્યક્તિ પાસેથી વધારે કામ લેવા માટે માલિકો મજબૂર બની ગયાં છે. રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પણ હવે બધુ નોર્મલ થવાની રાહ જોઈ રહ્યાં છે. - સુજલ મોદી, રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ

હોટેલ રેસ્ટોરાંને મહિને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે
દિલ્હી અને મુંબઈમાં કર્ફ્યૂ દરિમાયન ટેકઅવેની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં જ નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઓનલાઇન ઓર્ડર્સ અને ટેકઅવેની મંજૂરી પર પાબંદી રખાઈ છે. એક જ દેશમાં અને એક જ તકલીફ સામે જૂજતા રાજ્યોમાં આ ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે તે નથી સમજાતું. હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ કર્ફ્યૂનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો છે. જેથી એક મહિનાનાં વાડજ ખાતેની હોટેલમાં રૂમ બુકિંગ પર 20 લાખ અને બેન્ક્વિટ બુકિંગ પર 25 લાખની રેવન્યુનું નુક્સાન થઈ રહ્યું છે. - ગુરુચરણસિંહ છાબરા, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ટ્રેઝરર, ગુજરાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો