નિર્ણય:કોરોનાની આડમાં કાંકરિયામાં 4 કંપનીની 4 વર્ષની મુદત વધારાઈ, રિક્રિએશન કમિટીને બદલે કામ સ્ટેન્ડિંગમાં રજૂ થતાં વિવાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 4 મનોરંજન કામગીરી ચલાવતી કંપનીઓને કોરોના દરમિયાન મુદત પૂર્ણ થઈ હોવાથી લોકડાઉન અન્વયે આપવાના થતાં લાભો સાથે 4 વર્ષ માટે મુદત લંબાવી આપવાનું કામ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયું છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મે. તૃપ્તિ રિક્રિએશન એન્ડ હોસ્પિટાલિટી દ્વારા રેસ્ટોરાં ચલાવાય છે. તેમનું લાઇસન્સ 31 ડિસેમ્બર 2020માં પૂરું થઈ ગયું હતું. મે. આમ્રપાલી ઇન્ડસ્ટ્રીઝ લિ. કાંકરિયામાં બોટિંગની સુવિધા અાપે છે. મે. ઇન્ડિયા બંજી પણ કાંકરિયા ખાતે દોરડા વડે જમ્પિંગની સુવિધા આપે છે. તે રીતે મે. સ્કાય વન્ડરર્સ પ્રા.લિ. પણ કેટલીક સુવિધાઓ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આપી રહી છે. જોકે લોકડાઉન અન્વયે આ 4 કંપનીઓને થતાં લાભો સાથે 4 વર્ષ તેમની મુદતમાં વધારાની દરખાસ્ત મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થઈ છે.

સામાન્ય રીતે આ પ્રકારની કામગીરી પહેલા રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી સમક્ષ રજૂ થયા બાદ ત્યાંથી પાસ થઈને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થાય છે. જોકે આ કામ સીધું જ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતાં સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...