11000થી વધુ EWS આવાસ માટે જમીન મળશે:અમદાવાદ અને વડોદરામાં 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, જાહેર સુવિધા માટે 11.55 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ 8.45 હેક્ટર્સ જમીન મળશે

રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગરપાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.

અમદાવાદમાં આ બે TPને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે, તેમાં ટી.પી સ્કીમ 139/એ છારોડી-નારણપુરા-ખોડા અને 139/બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. જે મુજબ આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી. નંબર 3 સેવાસી અને 55/એ ગોરવા કરોડિયાનો સમાવેશ થાય છે.

9000 EWS આવાસનું નિર્માણ થઈ શકશે
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગરપાલિકાની 2 પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ 4 ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 12.43 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. ઔડાની ડ્રાફ્ટ ટી.પી. 139 એમાં 3600 અને 139 બીમાં 5400 મળી કુલ 9 હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે.

વડોદરામાં આ TPને મંજૂરી
​​​​​​​
વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસીમાં 900 અને પ્રિલીમીનરી ટી.પી. 55 એ ગોરવા કોરડિયામાં 1200 આવાસો બની શકશે. બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમમાં કુલ 9.81 હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે 11.55 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ 4 સ્કીમમાં કુલ આશરે 28.29 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહીં, આગામી સમયમાં આ ચારેય સ્કીમમાં કુલ 11,100 EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...