તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​રેમડેસિવિરની વહેંચણી:કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતા રેમડેસિવિરમાં 4 હજારનો ઘટાડો, આગામી 7 દિવસ માટે 80 હજારની આસપાસ ઈન્જેક્શન મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • કેન્દ્ર સરકારે રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યાના આધારે રેમડેસિવિરની વહેંચણી શરૂ કરી હતી
  • ગુજરાતમાં સોમવારથી દૈનિક માત્ર 11,400ની આસપાસ રેમડેસિવિર ઉપલબ્ધ થશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેક્શનને રામબાણ ઈલાજ માની કેટલાક હોસ્પિટલોની બહાર ઈન્જેક્શન માટે લોકો આજે પણ ચક્કર લગાવતા હોય છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા મળતા ઈન્જેક્શનમાં 4 હજારથી વધુની ઘટ કરવામાં આવી રહી છે. સોમવારથી ગુજરાતને આગામી 7 દિવસ માટે માત્ર 80 હજારની આસપાસ ઈન્જેક્શન આપવામાં આવશે.

શરૂઆતમાં 1,63,500 રેમડેસિવિર મળ્યા હતા
રેમડેસિવિરની ડિમાંડ વધતા તેને લઈને અલગ-અલગ રાજ્યોમાં અનેક વિવાદો પણ સર્જાયા હતા. જેના કારણે 20 એપ્રિલથી કેન્દ્રએ રેમડેસિવિરની વહેંચણી પોતાના હસ્તક કરી લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યાના આધારે રેમડેસિવિરની વહેંચણી શરૂ કરી હતી. શરૂઆતમાં દેશનાં 19 રાજ્યમાં 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતને 30 એપ્રિલ સુધી માટે 1,63,500 રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. જેમાંથી 1,20,000 ઈન્જેક્શન ઝાયડસ કેડિલા કંપનીનાં હતાં.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગુજરાતને 7 દિવસ માટે 80 હજાર જેટલા રેમડેસિવિર મળશે
ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 2 મેથી ગુજરાતમાં દર્દીના ઓક્સિજન લેવલ તેમજ એક્ટિવ કેસના આધારે ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. રજી મેના રોજ રાજ્યને 1.24 લાખ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા. જોકે હવે રેમડેસિવિરની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. કેન્દ્ર આગામી 10 મેથી 7 દિવસ માટે ગુજરાતને 80 હજારની આસપાસ રેમડેસિવિર ફાળવશે. એટલે કે દૈનિક માત્ર 11,400ની આસપાસ રેમડેસિવિર ઉપલબ્ધ થશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ અને 775 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 45 હજાર 610 દર્દીની હાલત સ્થિર છે.

ગઈકાલે 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 24 હજાર 941 લોકોને પ્રથમ ડોઝ અને 29 લાખ 89 હજાર 975 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 32 લાખ 14 હજાર 916નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 22 હજાર 474ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38 હજાર 139 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 10 હજાર 614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.