આંદોલન:ગુર્જર આંદોલનને પગલે 4 સ્પેશિયલ ટ્રેન ડાઇવર્ટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં હાલ ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્ડોન શહેર-બયાના સેક્શનમાં ટ્રેનોનો ટ્રાફિકને અસર થઈ છે. આ આંદોલન દરમિયાન પશ્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહસિંહપુરા સેક્શન વચ્ચે આંદોલનકારીઓ દ્વારા રેલવે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યો છે.

આંદોલનને પગલે અમદાવાદ શહેરથી ઊપડતી ચાર ટ્રેનોને ડાઇવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ-નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન સવાઈ માધોપુર, જયપુર, રેવાડી થઈને અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેન અને અમદાવાદ-પટના પૂજા સ્પેશિયલ ટ્રેન સવાઈ માધોપુર, જયપુર, ભરતપુર થઈને તેમ જ પટના-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ભરતપુર, જયપુર અને સવાઈ માધોપુરના ડાઇવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...