કોરોનાવાઈરસ:બોપલમાં 7 અને 10 વર્ષનાં બે બાળક સહિત 4 પોઝિટિવ કેસ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોપલની સન ઓપ્ટિમા સોસાયટીમાં 3 અને અભિષેક સોસાયટીમાં એક કેસ

અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં બોપલના ચાર મળી 6 કેસ નોંધાયા હતા. જેમાં દસકોઈના બોપલમાં ચાર કેસમાં 7 અને 10 વર્ષના બે બાળકનો સમાવેશ છે. જ્યારે બાવળા અને ધોળકામાં એક એક કેસ છે.  આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 170 થઈ છે.  બોપલના ચાર કેસમાં ઇન્ડિયાકોલોની પાસેની અભિષેક સોસાયટીમાં એક અને સન ઓપ્ટિમાં સોસાયટીમાં ત્રણ કેસ નોંધાયા હતાં. બોપલમાં એકસાથે ચાર કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મંગળવાર બોપલમાં કોરોના પોઝિટિવ ધરાવતા મકાનો અને વિસ્તારોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.  બોપલમાં બાળકોમાં કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ છે. તંત્રએ પણ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે. બાળકોને પણ ઘરમાં જ રાખવા વારંવાર સૂચના અપાઈ રહી છે. જિલ્લામાં કેસની કુલ સંખ્યા દસ્ક્રોઇમાં 67, બાવળા 6 અને ધોળકામાં 67  કેસ થયા છે. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા 258 ગામોમાં 1.96 લાખ ઘરોમાં સેનિટાઈઝેશન કરાયું હતું 9.34 લાખ વસતીને આવરી લેવાઇ હતી. જિલ્લામાં 1547 લોકોનું સ્ક્રિનિંગ અને 2.14 લાખથી વધુ ઉકાળાનું વિતરણ કરાયું હતું. વોટ્સએપ મેસેજ ડેશબોર્ડ પર 13 મેસેજ આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...