શાહપુરમાં દુકાનમાં આગ:4 લોકો દાઝ્યાં; રવિ એસ્ટેટમાં ઘરઘંટી, ગેસ ગીઝર, કૂલરના પાર્ટ્સ બનાવતાં યુનિટની ડીઝલ ટેન્કમાં આગ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહપુરમાં રવિ એસ્ટેટમાં આવેલી એક દુકાનમાં બુધવારે સાંજે સ્પેરપાર્ટ્સ બનાવવાના યુનિટની ડીઝલ ટેંકમાં આગ લાગી હતી, જેમાં 4 લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના અધિકારીઓ-કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 10 જ મિનિટમાં આગ સંપૂર્ણ બુઝાવી દીધી હતી. આગમાં દાઝી ગયેલા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

રવિ એસ્ટેટના આઈ બ્લોકમાં આવેલી એચ. કે. ટેક્સટાઇલ અને કોમલ ઘરઘંટી નામની દુકાનમાં મોલ્ડિંગ મશીનમાં ઘરઘંટીના પ્લાસ્ટિકના પાર્ટ્સ, ગેસ ગીઝરના પાર્ટ્સ અને વોટર કૂલરના સ્પેર પાર્ટ્સ બનાવાતા હતા. જ્યાં બુધવારે સાંજે 7.03 વાગ્યે ડીઝલ ટેન્કમાં આગ લાગી હતી.

આગના કારણે દુકાનમાં હાજર પ્રકાશભાઈ (53), રાજકુમાર(23), કૈલાસભાઈ (50) અને દેવુભાઈ (44) દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ ફાઈટર અને વોટર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને 10 જ મિનિટમાં આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી હતી. જ્યારે બીજી બાજુ આગમાં દાઝી ગયેલા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ દુકાન શૈલેષ પ્રજાપતિ નામની વ્યકિતની હોવાનું જાણવા મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...