કોરોનાએ બાળકોને ઝપેટમાં લીધા:અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ દર 10માંથી 4 કોરોના પોઝિટિવ; ચેપગ્રસ્ત મોટાભાગના બાળકો 12 વર્ષ સુધીના છે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઘરના પુખ્તોમાંથી ચેપ લાગ્યાનું ડોક્ટરોનું માનવું છે

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસમાં પુખ્ત અને વૃદ્ધોની સાથે હવે 1થી 12 વર્ષના બાળકો પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. શહેરમાં બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે જતાં 10માંથી 4 બાળકોમાં કોરોના હોવાનું નિદાન થાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મોનાબેન દેસાઇ જણાવે છે કે, નાના બાળકો ઘરની બહાર ન નીકળતા હોવા છતાં ઘરના પુખ્તો અને યુવાઓ દ્વારા કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. હોસ્પિટલમાં વિવિધ રોગની સારવાર માટે આવતાં 10માંથી 4 બાળકોનો ટેસ્ટ કરાવતાં કોરોના હોવાનું નિદાન થાય છે.

ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. વિનોદ ચૌધરી જણાવે છે કે, તાવ, શરદી, ખાંસી અને પેટમાં દુખાવાને સામાન્ય ગણવું ભૂલભરેલું છે. કારણ કે, હાલમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના આ લક્ષણો હોવાથી આવી તકલીફો સાથે આવતાં 1થી 12 વર્ષનાં 10માંથી 5 બાળકો કોરોના ટેસ્ટિંગમાં પોઝિટિવ હોવાનું નિદાન થાય છે.

આ લક્ષણો જોવા મળે છે
બાળકોમાં કોરોનાના લક્ષણોમાં શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુખાવો, શરીર-માથુું દુખે તેમજ 10માંથી 1 બાળકમાં વોમિટિંગ જોવા મળે છે. બાળકોને એન્ટિવાયરલ દવા અપાતી નથી, તેમજ બાળકોનું સિટી સ્કેન કરાવવું પણ હિતાવહ નથી. - ડો. નિશ્ચલ ભટ્ટ, સિનિયર પીડિયાટ્રિશિયન

અન્ય સમાચારો પણ છે...