તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વકર્યો:અમદાવાદ શહેરમાં 4 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, જ્યારે 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 48 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 4 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં જોધપુરના 16 ઘરના 33 લોકો, ચાંદખેડાના 32 ઘરના 128 લોકો, નવરંગપુરાના 2 ઘરના 12 લોકો અને ગોતાના 12 ઘરના 50 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જેમાં જોધપુરના કુલ 10 ઘરના 25 લોકો, દાણીલીમડાના 18 ઘરના 80 લોકો અને બોડકદેવના 10 ઘરના 40 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (16 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં કોરોનાના નવા કેસો 200ને પાર
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ તો નવા કેસોમાં તોતિંગ ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે કોર્પોરેશન દ્વારા શહેરના 8 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા પછી ધંધાકીય એકમો બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 209 નવા કેસ અને 150 દર્દી સાજા થયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી. જેને પગલે મૃત્યુઆંક 2,324 પર યથાવત રહ્યો છે.

14 માર્ચની સાંજથી 15 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 205 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 148 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 64,845 થયો છે. જ્યારે 61,613 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...