સ્માર્ટ શિક્ષણ:અમદાવાદમાં 8 કરોડના ખર્ચે મ્યુનિ. કોર્પોરેશનની વધુ 4 સ્માર્ટ સ્કૂલ તૈયાર, ખાનગી સ્કૂલોને ટક્કર આપે તેવા ક્લાસરૂમ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: આનંદ મોદી
  • એક સ્માર્ટ સ્કૂલ બનાવવા પાછળ અંદાજીત રૂ 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
  • અસારવામાં 2 અને બહેરામપુરા અને સૈજપુરમાં 1-1 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાઈ

અત્યારે ખાનગી સ્કૂલની જગ્યાએ સરકારી સ્કૂલના વિકલ્પ તરફ વળ્યા છે. કોરોનામાં આર્થિક સ્થિતિ અને કોર્પોરેશન સ્કૂલમાં અપાતી સગવડને પગલે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) સ્કૂલમાં ઘસારો વધ્યો છે. લોકોનો ઘસારો વધતા કોર્પોરેશન દ્વારા પણ સારામાં સારી સગવડ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 5 સ્માર્ટ સ્કૂલ શરૂ કરાઈ હતી. તેમાં વધુ 4 સ્માર્ટ સ્કૂલ ઉમેરવામાં આવી છે એટલે હવે 9 સ્માર્ટ સ્કૂલ શરૂ કરી દેવાઈ છે. સ્માર્ટ સ્કૂલ દીઠ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ 8 કરોડના ખર્ચે 4 સ્માર્ટ સ્કૂલ બની છે.

સ્માર્ટ સ્કૂલ બનાવનાર કંપનીએ જ શિક્ષકોને ટ્રેનિંગ આપી
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો કોર્પોરેશન સ્કૂલમાં વિનામૂલ્યે ભણે તે ઉદેશ સાથે સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. એક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં માટે 2 કરોડ જેટલો ખર્ચો થાય છે. અલગ અલગ ધોરણ પ્રમાણે સ્માર્ટ સ્કૂલમાં અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કંપનીને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમને જ સ્માર્ટ સ્કૂલના શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી છે.

સ્માર્ટ સ્કૂલમાં બાળકોને ભણવામાં રસ ઊભો કરે તેવા રૂમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારની બનાવાઈ છે. સ્માર્ટ સ્કૂલમાં અલગ અલગ પ્રકારના વર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. નાના બાળકો માટે3D વર્ગ, બાળકો માટે ગેમ અને કાર્ટૂન આધારિત ફ્રેન્સી બેંચો, ફ્યૂચર ક્લાસરૂમ, ગણિત અને વિજ્ઞાનની લેબ, મલ્ટી પ્લે-સ્ટેશન, ટેલિસ્કોપ, સાયન્સ લેબ,પ્લાનેટેરિયમ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.

3D વર્ગ
3D વર્ગ

ટૂંક સમયમાં જ 3 વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ શરૂ થશે
હાલમાં શહેરમાં 5 સ્કૂલ કાર્યરત છે. જ્યારે 4 મ્યુનિસિપલ સ્કૂલને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવામાં આવી છે. જે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. અસારવા વિસ્તારમાં 2, બહેરામપુરા અને સૈજપુરમાં 1-1 સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવશે. સ્માર્ટ સ્કૂલમાં બાળકો કોમ્પ્યુટર પર અભ્યાસ કરશે. સ્માર્ટ સ્કૂલના કારણે ભણતરની ગુણવતા તો વધશે સાથે બાળકોને ભણવામાં રૂચી વધશે.

ગણિતની લેબ
ગણિતની લેબ
સાયન્સ લેબ
સાયન્સ લેબ
પ્લાનેટેરિયમ
પ્લાનેટેરિયમ
મલ્ટી પ્લે-સ્ટેશન
મલ્ટી પ્લે-સ્ટેશન
ફ્રેન્સી બેંચ
ફ્રેન્સી બેંચ
ટેલિસ્કોપ
ટેલિસ્કોપ
અન્ય સમાચારો પણ છે...