આગાહી:હજુ 4 દિવસ વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની વકી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019-2021ના સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થયો હતો

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2021માં પણ શહેરમાં આવો ભારે વરસાદ થયો હતો. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી અનુભવાતા ભારે બફારાને લીધે વરસાદ તૂટી પડવાની આગાહી હતી.

શનિવારે પણ બફારાનું પ્રમાણ વધ્યું હતું. સાંજે 4 પછી વરસાદ પડ્યો તે પહેલાં પવનની ગતિ કલાકના 25 કિલો મીટર સુધીની હતી. જો કે, સાંજે 4 પછી પવનની આ ગતિ વધીને કલાકના 55 કિલો મીટર સુધી પહોંચી ગઈ હતી. સામાન્ય રીતે શહેરમાં કલાકના 8થી 10 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...