શહેરમાં બે ચોરીને અંજામ આપનાર દાહોદની ગેંગને પોલીસે પકડી પાડી છે. પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને પકડી તેમની પાસેથી 850 રૂપિયા રોકડા અને એક ખાતરીયું કબ્જે કર્યું હતુ. આ અંગે ક્રાઇમ બ્રાંચે આરોપીઓની વધુ પુછપરછ કરતા 23થી વધુ જગ્યા પર ચોરી અને ચોરીની ઘટનાને અંજામ આપાવની કોશિશ કરી હતી. મહત્વની વાત તો એ છે કે, ક્રાઇમ બ્રાંચ આરોપીને પકડી પાડ્યા પરંતુ મુદ્દામાલ શોધી શકવામાં નિષ્ફળ રહી હતી.
પોલીસ ચોરી રોકવામાં નિષ્ફળ રહી હતી?
શહેરમાં રાત્રી અને દિવસ દરિયાન ચોરીના અનેક બનાવો વધી ગયા છે પરંતુ પોલીસ ચોરી રોકવામાં નિષ્ફળ હોવાનું નકારી શકાય તેમ નથી ત્યારે અમદાવાદના નિકોલ નજીક આવેલા એસપી રિંગ રોડ ખાતેથી દાહોદની ગેંગ ફરતી હોવાની બાતમી આધારે પોલીસે ગેંગના ચાર સભ્યોને પકડી પાડ્યા હતા. પોલીસે દલસિંગ ઉર્ફે દલીયો ઉર્ફે ગાંડો કાળુ ખીમલા મોહનિયા (રહે. ઉંડાર ગામ, દાહોદ), હિમસિંગ ઉર્ફે હિંમત ઉર્ફે કટલો ઉર્ફે હકલો પરશુભાઇ મોહનિયા(રહે. ઉંડાર ગામ, દાહોદ), દિપક ઉર્ફે દિપો ઉર્ફે દીપુ ગબલાભાઇ તંબોળીયા(રહે. સજોઇ ગામ, દાહોદ) અને દીપો ઉર્ફે બાબુ જોરીયા દહમા(રહે. ઘુટીયા ગામ, દાહોદ)ને પકડી પાડ્યા હતા. તેની પાસેથી રોકડ, લોખંડનું ખાતરીયું સહિતનો સામાન મળી આવ્યો હતો. તેમની પુછપરછ કરતા તેમણે 23થી વધુ ગરફોડ કરી હોવાની કબુલાત કરી હતી.
21 જગ્યા પર ચોરી કરી હતી
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ આણંદ પેટલાદ, ધાનપુર, દેવગઢ બારીયા, લીમખેડા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરે છે. વડોદરા તાલુકા અને અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરી થઇ હતી. અન્ય કરતા 21 જગ્યા પર ચોરી અને ચોરીની કોશિશ કરી હોવાની કબુલાત કરી હતી.
હાથમાં પથ્થર લઇ ચોરીના સ્થળની બહાર ઉભા રહેતા
પકડાયેલા આરોપીઓ ચોરી કરવા દિવસમાં રેકી કરતા હતા અને ખેતરો કે ખુલ્લી જગ્યા નજીક આવેલા બંગલાની પસંદગી કરતા હતા. અવાવરુ જગ્યા પર સંતાઇ જતાં અને મોડી રાત્રે ચોરી કરવા નિકળતા હતા. નક્કી કરેલા મકાન કે બંગ્લાના તાળા તોડતો, બારીઓની ગ્રીલ તોડી નાખી પ્રવેશ કરતા હતા. આજુબાજુની હિલચાલ પર નજર રાખવા માટે એક થી બે માણસો હાથમાં પથ્થર લઇ ચોરીના સ્થળની બહાર ઉભા રહેતા હતા. ચોરીની જાણ એકાદ બે માણસને થઇ જાય તો હથિયાર બતાવી કે, પથ્થરો મારી ઇજા પહોચાડી ભયનું વાતાવરણ ફેલાવી નાસી જતાં હતા. બાદમાં ટોળકીના તમામ સભ્યો અલગ અલગ જગ્યા પર કામ કરવા જતા રહેતા હતા. આમ ચોરી કરવાની હોય ત્યારે નક્કી કરેલી જગ્યા પર આરોપીઓ ભેગા થઇ જતાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.