તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:અમદાવાદના સરસપુરમાં મિત્રની ખબર કાઢવા ગયેલા યુવક પર 4 શખ્સોનો હુમલો, સારવાર દરમ્યાન મોત

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરકોટડા પોલીસે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા અને સરસપુર ખાતે મિત્રની ખબર કાઢવા ગયેલા યુવકને ચાર શખ્સોએ માર માર્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાર દિવસ બાદ સારવાર દરમ્યાન મોત થયું છે. ચાર શખ્સોએ યુવકને સીરાઝ ક્યાં છે પૂછતાં તેણે તમને જોઈ ભાગી ગયો કહેતા તેને માર માર્યો હતો. શહેરકોટડા પોલીસે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​​

શાહઆલમ વિસ્તારમાં આયેશબીબીની ચાલીમાં રહેતા જાવેદ મન્સૂરી રૂ પિંજવાનું કામ કરે છે. ચાર દિવસ પહેલાં ગોમતીપુર ખાતે રહેતા તેના મિત્ર સીરાઝ અન્સારીના ત્યાં ગયો હતો. તેના મિત્રને કોઈ જોડે ઝઘડો થયો હતો અને મારા મારી થઈ હતી. જેથી ખબર કાઢી અને સીરાઝ સાથે ફૂટપાથ પર બેઠો હતો ત્યારે ફિરોઝ પઠાણ અને સંજય પઠાણ સહિત ચાર લોકો હાથમાં પાઇપ, લાકડી જેવા હથિયાર લઈને આવતા હતા જેથી સીરાઝ તેને જોઈ જતો રહ્યો હતો. ચાર શખસોએ યુવકને સીરાઝ ક્યાં છે પૂછતાં તેણે તમને જોઈ ભાગી ગયો કહેતા તેને હથિયાર વડે માર માર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...