તસ્કરી:સેટેલાઈટમાં પત્ની બાળકોને ટ્યુશન મૂકવા ગઈ હતી ત્યારે વેપારીના ઘરમાંથી 4 લાખની ચોરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકા

સેટેલાઈટમાં રહેતા અને પાનકોર નાકામાં વ્યવસાય કરતા વેપારીના ઘરમાંથી ભર બપોરે પોણા જ કલાકમાં 4 લાખની ચોરી થઇ છે. વેપારીના પત્ની બાળકને ટયુશનમાં મુકીને પાછા આવ્યા ત્યારસુધીમાં તેમના ઘરના તાળા તોડી તસ્કરો દાગીના - પૈસા ચોરી ગયા હતા.

સેટેલાઈટના હિમાલી ટાવરમાં રહેતા રાકેશભાઈ ઝવેરી(47) પાનકોર નાકા ખાતે જવેલરી બોક્ષનો વ્યવાસય કરે છે. નિત્યક્રમ અનુસાર 7 સપ્ટેમ્બરે તેઓ દુકાને ગયા હતા. જ્યારે બપોરે 2 વાગ્યે તેમના પત્ની સીમાબહેન બાળકને ટયુશનમાં મુકવા માટે ફલેટને તાળુ મારીને ગયા હતા. લગભગ પોણા કલાક બાદ 2.45 વાગ્યે સીમાબહેન ઘરે પાછા આવ્યા ત્યારે જોયું તો ફલેટના મુખ્ય દરવાજા અને જાળીનું લોક તુટેલું અને તિજોરી પણ ખુલ્લી હતી. જેથી સીમાબહેને તપાસ કરતા તિજોરીમાંથી દાગીના અને રોકડા 3 લાખ મળીને કુલ 4 લાખની મત્તાની ચોરી થઇ હતી.

આ અંગે સીમાબહેને રાકેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે ભર બપોરે 2 થી 2.45 વાગ્યા સુધીના પોણા કલાકમાં જ રાકેશભાઈના ફલેટના તાળા તોડીને તસ્કરો ચોરી કરી જતા આ ચોરી કોઇ જાણભેદુ એ જ કરી હોવાની શંકાના આધારે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...