તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું:ઉડાન યોજનાની અમદાવાદથી 4 ફ્લાઈટ બંધ, દીવ જનારા પ્રવાસીઓ પણ ન મળતા ફ્લાઇટ બંધ કરાઇ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જામનગર, ભાવનગર, મુન્દ્રાની ફ્લાઇટોને ફાંફા પડ્યાં

ગુજરાતમાં કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ નાગરિકોને સસ્તી હવાઇ સેવા ઉપલબ્ધ બને તે માટે 19 ફ્લાઇટ શરૂ કરાઇ હતી, પરંતુ તેમાં દીવ, ભાવનગર, જામનગર અને મુંદ્રાને અમદાવાદ સાથે જોડતી ચાર ફ્લાઇટો મુસાફરો ન મળતાં બંધ કરવી પડી. રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં જણાવ્યું કે બે વર્ષમાં પ્રવાસીઓ ન મળતાં ઓપરેટર કંપનીને સેવા પરવડતી ન હતી તેથી બંધ કરાઇ.

આ ઉપરાંત અમદાવાદથી કેવડીયા સી-પ્લેન સેવા આ જ યોજના હેઠળ શરુ થઇ હતી અને તેમાં રાજ્ય સરકારે 3.75 કરોડનો ખર્ચ કર્યો હતો પણ એરક્રાફ્ટ મેઇન્ટેનન્સની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નહીં હોવાથી નવેમ્બરથી ડિસેમ્બર સુધી એક માસ માટે આ સેવા બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો