યુવાઓની દારૂ પાર્ટી:અમદાવાદમાં બે યુવતી સહિત એન્જિનિયરિંગના 4 વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરના થલતેજની બ્લૂમ્સ સૂટ્સ નામની હોટેલમાં શ્રાવણ માસમાં એન્જિનિયરિંગના ચાર વિદ્યાર્થી દારૂની મહેફીલ માણતા બુધવારે પકડાયા હતા. બે યુવક અને બે યુવતી બિયર પીતા પકડાતા પરિવારજનો તેમને છોડાવવા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક પટેલનો જન્મ દિવસ હોવાથી પાર્ટી રાખી હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું હતું.

થલતેજની બ્લૂમ્સ સૂટ્સ નામની હોટેલમાં ચાર લોકો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી આધારે વસ્ત્રાપુર પોલીસે રેડ કરી હતી. હોટેલના રૂમ નંબર 307નો દરવાજો ખાખડાવતા દર્શક સુનિલ પટેલ(ઉ.વ. 21, રહે. સેકટર 505 સી ગાંધીનગર, મૂળ પેથાપુર)એ ખોલ્યો હતો. રૂમના બેડ પર અનમોલ કૌશલ વ્યાસ (ઉ.વ. 21, રહે. સૂર્યદીપ બંગલોઝ, થલતેજ, મૂળ લીંબડી, સુરેન્દ્રનગર), એક યુવતી (ઉ.21,રહે પુષ્કર બંગલો, બોડકદેવ, મૂળ થરા, બનાસકાંઠા) અને બીજી એક યુવતી (ઉ.19, રહે. નવકાર બંગ્લોઝ, પાલડી, માણસા, ગાંધીનગર)ને પકડી પાડ્યા હતા.

બેડ પર બે બિયરના ટીન ખાલી હતા અને એક સીલ બંધ બિયર હતી. આમ પોલીસે મોબાઈલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દારૂ ક્યાંથી લાવ્યા અને કોણે કોણે મદદ કરી હતી.