છેતરપિંડી:ATMમાં પૈસા લોડ કરતી કંપનીના 4 કર્મચારીઓ 10 લાખ ઉપાડી ગયા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એટીએમમાં પૈસા લોડ કરવાનું કામ કરતી કંપનીના 2 કસ્ટોડિયન, ડ્રાઇવર તેમ જ ગનમેન એક એટીએમમાં લોક કરવાના રૂ.10 લાખનો ફાંદો કરી ગયા હતા.

ચાંદખેડામાં રહેતા રણજિતસિંહ ગોહિલ(46) બેંકમાંથી પૈસા લાવી એટીએમમાં નાખવાનું કામ કરતી ઉસ્માનપુરાની સિક્યોર એન્ડ વેલ્યુ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. 1 જુલાઈએ કસ્ટોડિયન દીપકસિંહ પરમાર, કેતન મિસ્ત્રી, ડ્રાઇવર જગદીશ ખટિક, ગનમેન બાબુભાઈ દેસાઈ આઈસીઆઈસીઆઈ બેંકના જુદા જુદા એટીએમમાં પૈસા નાખવા માટે ઓફિસમાંથી 2.31 કરોડ લઈ નીકળ્યા હતા. જોકે થલતેજ એએમપીએમ મોલ ખાતેનું એટીએમમાં ખરાબીના કારણે પૈસા નાખી શક્યા ન હતા, પરંતુ તે પૈસા તેમણે કંપનીની ઓફિસમાં જમા કરાવ્યા ન હતા.

પૈસા વિશે ચારેયને પૂછતા તેઓ ગલ્લાતલ્લા કરી રહ્યા હતા, જેથી એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમણે પૈસા નાખ્યા જ ન હોવાનું અને તે પૈસા ભરેલી બેગ પાછા લઈ જતા દેખાયા હતા, જેથી ચારેય વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...