અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:જગતપુર અને સાયન્સ સિટીમાં મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા, વસ્ત્રાલમાં ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈડી પાસવર્ડ આપનારા 6 સામે પણ ગુનો
  • અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો

જગતપુર વિષ્ણુધારા ગાર્ડન પાસેના શોપિંગ સેન્ટરમાં તથા સાયન્સ સિટી ઓરમ સ્કાયના એક મકાનમાં ઓનલાઈન સટ્ટો રમતા ચાર ઝડપાયા છે. સટ્ટો રમવા માટે આઈડી આપનાર તથા મેળવનાર 6 જણાં વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. પોલીસે જગતપુરમાંથી હર્ષ ખત્રી, હેતુલ વ્યાસ અને ધૃવીન ગોસ્વામીની ધરપકડ કરી પ્રકાશ દેસાઈ, મિત્તલ ભરવાડ સામે ગુનો નોંધ્યો. સાયન્સ સિટીમાંથી પ્રશાંત પાચાણીને સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો.

એસપીરીંગરોડ સર્કલ પાસે બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારી
વસ્ત્રાલમાં રહેતા વિષ્નુભાઈ તેમની પત્ની જાગૃતિબેન સાથે બાઈક લઈને બારેજા પાસે આવેલ બિડજ ગામે જઈ રહ્યા હતા. ત્યારે એસપીરીંગરોડ સર્કલ પાસે બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. બાદમાં જમીને પટકાઈ પડેલ પત્ની જાગૃતિબેન પર ટ્રકનું ટાયર ફરી વથતા તેમનું સ્થળે જ મોત નિપજ્યું હતુ. વિષ્નુભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી બાજુ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.