• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 4 Arrested With 229 Bottles Of Liquor From Odhav's House; Bottles Of Liquor Were Also Recovered From The Building As Well As The Rickshaw, Activa

અમદાવાદ PCBની કાર્યવાહી:ઓઢવના મકાનમાંથી દારૂની 229 બોટલ સાથે 4ની ધરપકડ; મકાન તેમ જ રિક્ષા, એક્ટિવામાંથી પણ દારૂની બોટલ મળી હતી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓઢવ અર્બુદાનગરના એક મકાનમાંથી 229 બોટલ સાથે 4ની ધરપકડ. - Divya Bhaskar
ઓઢવ અર્બુદાનગરના એક મકાનમાંથી 229 બોટલ સાથે 4ની ધરપકડ.
  • રાજસ્થાનથી લાવી રિક્ષા, એક્ટિવામાં હોમ ડિલિવરી કરતા હતા

ઓઢવ અર્બુદાનગર ન્યૂ કમલેશ પાર્ક સોસાયટીના એક મકાનમાં પીસીબીએ દરોડો પાડીને વિદેશી દારુની 229 બોટલ સાથે 4 બુટલેગરને ઝડપી લીધા હતા. ચારેય જણાં રાજસ્થાનથી દારુનો જથ્થો લાવીને એક્ટિવા અને રિક્ષામાં હોમ ડિલિવરી કરીને વેચતા હતા. પીસીબી પીઆઈ એચ.કે.સોલંકીએ બાતમીના આધારે ટીમ સાથે સોમવારે સાંજે ન્યૂ કમલેશ પાર્ક સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનની અંદરથી તેમજ પાર્ક કરેલી રીક્ષા અને એક્ટિવામાંથી દારૂની 229 બોટલ મળી આવી હતી.

પોલીસે ભરત ઉર્ફે બચ્ચન મરાઠી (ન્યૂ કમલેશ સોસાયટી, ઓઢવ), દીપુ કુશવાહ (આંબેડકરનગર, મેમ્કો), પ્રતાપસિંહ સિકરવાર અને હર્ષ સિકરવાર (બંને રહે. નૈયા એપાર્ટમેન્ટ, રામોલ ટોલ પ્લાઝા)ને ઝડપી લીધા હતા. પોલીસે દારુની બોટલ, બે વાહન, મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.20 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારુનો જથ્થો ભરતે રાજસ્થાન ખેરવાડાના બુટલેગર અશોક પાસેથી નિકોલના વિજયસિંહ મારફતે મંગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...