તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું:કારમાં ડ્રાઈવર સાથે 4ને મંજૂરી પણ માસ્ક પહેરવું ફરજિયાત, મલ્ટિપ્લેક્સ, થિયેટરને 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર ખાનગી કારમાં એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જરને મંજૂરી છે. પરંતુ દરેક માટે માસ્ક ફરજિયાત છે. એ રીતે ઓટોરિક્ષામાં બે પેસેન્જર બેસી શકશે અને માસ્ક ફરજિયાત છે. ટુ-વ્હીલર પર પણ બેને મંજૂરી છે. જો કે અહીં પણ માસ્ક પહેરવું પડશે.

7મી ડિસેમ્બર સુધી સમગ્ર શહેરમાં રાતના 9થી સવારના 6 દરમિયાન કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય પ્રસંગો લગ્ન તેમજ મૃત્યુના પ્રસંગે લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે જે 31મી સુધી અમલમાં રહેશે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટર 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે મનોરંજન પાર્ક અને તેના સમાન સ્થળ સ્વિમિંગ પુલ, બિઝનેસ ટુ બિઝનેસ, એક્ઝિબિશન, પાર્ક અને બગીચા તમામ ધાર્મિક સ્થાનો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એસઓપી અનુસાર ચાલુ રાખી શકાશે. શહેરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ પોલીસ કમિશનરે જારી કરેલા કર્ફ્યૂના જાહેરનામા અનુસાર 7 ડિસેમ્બરથી રાતના ૯ સુધી અને ત્યારબાદ વખતોવખત અન્ય હુકમોને આધીન ચાલુ રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો