તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નબળો પડ્યો:વટવા, પાલડી, ગોતા અને ઘાટલોડિયાના 4 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, હવે 247 અમલી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 4 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ બે દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં 257 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે વટવા, પાલડી, ગોતા અને ઘાટલોડિયામાં કુલ 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે મણિનગર, ખોખરા, કુબેરનગર, દાણીલીમડા, ઈસનપુર, ભાઈપુરા, રાણીપ અને બોડકદેવના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 247 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (4 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 4 હજારથી ઓછા કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયોછે. શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4,671 નવા કેસ સામે આવ્યા છે અને 3,952 દર્દી સાજા થયા છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 22ના મોત થયા છે.

2 મેની સાંજથી 3 મેની સાંજ સુધીમાં શહેરમાં 4616 અને જિલ્લામાં 55 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3924 અને જિલ્લામાં 28 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 25ના અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 180,682 થયો છે. જ્યારે 109,259 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,993 થયો છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો