તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વકર્યો:શહેરમાં કોરોનાના કેસ 117 કેસ નોંધાયા, ગોતા, બોડકદેવ, થલતેજ અને જોધપુરમાં 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 86 ઘરોના 267 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા
  • નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 4 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 33 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. ગોતા, બોડકદેવ, થલતેજ અને જોધપુરમાં એમ છ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 86 ઘરોના 267 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (4થી માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

અમદાવાદમાં ફરી 100થી વધુ કેસ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી વધુ કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 100ની ઉપર થયો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 117 નવા કેસ અને 98 દર્દી સાજા થયા છે. જ્યારે એકેય દર્દીનું મોત થયું નથી અને મૃત્યુઆંક 2,315 થયો છે. 2 માર્ચની સાંજથી 3 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 115 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 90 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,113 થયો છે. જ્યારે 60,114 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...