તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બોપલ, બોડકદેવ, સાબરમતી અને મણિનગર સહિતના વિસ્તારોમાં વધુ 29 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 17 દૂર કરાયા, હવે 269 અમલી બન્યાં

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ 4 એપ્રિલ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 269 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં સાઉથ બોપલ, મણિનગર, લાંભા, ઘોડાસર,ઓઢવ, કઠવાડા ગામ, નિકોલ, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, સાબરમતી, નારણપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપના 29 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે, જ્યારે ઈન્દ્રપુરી, વટવા, ઘોડાસર, ઈસનપુર, સાબરમતી, નારણપુરા, ઉસ્માનપુરા, ભાઈપુરા, રામોલ, નિકોલ અને ગોતા 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (4 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં સતત આઠમા દિવસે 600થી વધુ કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 659 નવા કેસ અને 614 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,366 પર પહોંચ્યો છે.

2 એપ્રિલની સાંજથી 3 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 646 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 601 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74,534 થયો છે. જ્યારે 69,956 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો