અમદાવાદના સમાચાર:નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક, નેચરોપથીનામાં 39248 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં એડમિશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ અને એલાઈડ મેડિકલ એજ્યુકેશન કોર્ષિસ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં BSC, નર્સિંગ, ફિઝિયોથેરાપી, GNM, ANMBબી ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોપેડિકસ અને પ્રોસ્થોથટીક્સ તેમજ નેચરોથેરાપી સહિતના અભ્યાસક્રમમાં 6 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી હતી. જેમાં 39248 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એડમિશન કમિટી દ્વારા લંબાવવામાં આવી છે. જે 9થી 14 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે.હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશેપ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પિન ખરીદવાનો રહેશે. જે બાદ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને તે બાદ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે.

દાસના ખમણ અને સૌરાષ્ટ્ર ગાંઠિયાના નમૂના ફેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં મીઠાઈ, નમકીન, લોટ, ખાદ્યતેલ વગેરેના કુલ 213 જેટલા નમુના લેવામાં આવ્યા હતા. જેમાં 24 જેટલા નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. દાસ ખમણ અને સૌરાષ્ટ્ર ગાંઠીયા જેવી દુકાનોમાંથી નમૂના લેવામાં આવતા તે ફેલ ગયા છે. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ 95 ખાદ્ય ધંધાકીય જગ્યાએ તપાસ કરી વિવિધ પ્રકારના 41 નમૂના લેવામાં આવ્યા છે. 52 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી 5.75 લાખનો દંડ વસૂલાયો છે.

5 હજારથી 1.25 લાખનો દંડ ફટકારાયો
ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી નમૂના લઇ અને તે અખાદ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે પણ કેસ દાખલ થયા હતા તેમાં 10 ફૂડ એકમોને 5000થી 1.25 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં 213 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધારે લોટ, બેસન, મેંદો, ફરસાણ, નમકીન, ખાદ્યતેલ વગેરેના નમૂના અખાદ્ય જાહેર થયા છે. ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી ફૂડ વિભાગ દ્વારા જે નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં સૌથી વધારે મોદકના લાડુ અને ચૂરમાના લાડુના નમૂના લેવામાં આવ્યા હતા.

ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી માટે એડમિશન પ્રક્રિયા શરૂ
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આજે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10199 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે. પ્રથમ રાઉન્ડમાં 40799 સીટમાંથી 8677 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરીને પ્રવેશ કન્ફોર્મ કરી શકશે
ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં 16 સરકારી, 3 અર્ધ સરકારી ઇજનેરી કોલેજોની 4458 સીટમાંથી 3298 સીટ પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. 109 ખાનગી કોલેજોની 36341 સીટમાંથી 5379 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે 14 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરીને પ્રવેશ કન્ફોર્મ કરી શકશે. એડમિશન કમિટીની વેબસાઈટ પર વધુ વિગત આપવામાં આવી છે. જેમાં બીજા રાઉન્ડ જાહેર થવા તથા અન્ય વિગત મળી શકશે.