ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:દૂધ, ઘીના 39 નમૂના ખાવાલાયક ન હોવાનો રિપોર્ટ 6 મહિને આવ્યો, હેલ્થ વિભાગે જાન્યુઆરીથી મેમાં 600 સેમ્પલ લીધા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂન-જુલાઈમાં લેવાયેલા 287 સેમ્પલમાંથી 165નો રિપોર્ટ આવવાનો બાકી

મ્યુનિ. હેલ્થ વિભાગે જાન્યુઆરીથી મેમાં ખાદ્યપદાર્થના 600 નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાંથી 39 નમૂના ખાવાલાયક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. અપ્રમાણિત ઠરેલા મોટાભાગના નમૂના દૂધ, દૂધની બનાવટી, ઘી, પનીર અને ફરસાણના હતા. જૂન અને જુલાઇમાં લેવામાં આવેલા 287 જેટલા ખાદ્યપદાર્થના 2 નમૂના અપ્રમાણિત સાબિત થયા છે જ્યારે 165 જેટલા નમૂનાના લેબોરેટરી તપાસ અહેવાલ આવવાનો હજુ બાકી છે. મ્યુનિ. દ્વારા ચાલુ વર્ષે કુલ 8268 જેટલા લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે તપાસ દરમ્યાન અખાદ્ય એવા 1148 કિલો ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો છે.

આ નમૂના અપ્રમાણિત ઠર્યા

દુકાનનું નામનમૂના
ધ ચોકલેટ રૂમ, એસજી હાઇવેચોકલેટ આલમંડ
માણેકચોક સેંડવિચ પીઝા, માણેકચોકફ્રૂટ સોસ
ન્યૂ કર્ણાવતી દાબેલી, માણેકચોકબટર
અનમ જયેશ વિઠ્ઠલદાસ, શાહીબાગપનીર
ન્યૂ પ્રિન્સ સ્નેક્સ બાર, કાંકરિયા

પ્રીમિયમ ફેટ સ્પ્રેડ

ઉત્સવ દૂધિયા, વેજલપુરઝીણી સેવ
ગોલ્ડન ડ્રેગન ફાસ્ટફૂડ, નારણપુરાચીલી સોસ
ભેરૂનાથ ચવાણા માર્ટ, વસ્ત્રાલઝીણી સેવ
કે.પી. ફાસ્ટફૂડ, શાહીબાગવેજિટેબલ ફેટ સ્પ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...