• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 3897 Tons Of Wild Vegetation Was Removed From The River In Two Days, 15 To 17 Tons Of Waste Is Also Removed Daily From The Skimmer Machine.

કામગીરી:નદીમાંથી બે દિવસમાં જ 3897 ટન જંગલી વનસ્પતિ દૂર કરાઈ, સ્કીમર મશીનથી રોજ 15થી 17 ટન કચરો પણ દૂર કરાય છે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાંથી પાનકુટ્ટી અને જંગલી વનસ્પતિ તણાઈ આવે છે

સાબરમતી નદીમાં ફેલાયેલી ગ્રીન વેસ્ટ (પાનકુટ્ટી તેમજ જંગલી વનસ્પીતીને દુર કરવા માટે મ્યુનિ. દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 1લી અને 2જી જાન્યુઆરી દરમ્યાન નદીમાંથી આવી 3897 ટન જેટલી વનસ્પતી કાઢી નાંખવામાં આવી છે. જે સાથે સાબરમતી નદીને મહત્તમ સફાઇ કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં ઉપરવાસના ભાગમાંથી પવનને કારણે ગ્રીન વેસ્ટ આવે છે, ત્યારે સ્કીમર મશીનનો ઉપયોગ કરીને તેને દુર કરવાની કામગીરી કરવામાં આવે છે. ચિલ્ડ્રનપાર્કથી રેલવે બ્રીજથી સુભાષબ્રીજ સુધીના વિસ્તારમાં મેનપાવર દ્વારા ગ્રીન વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં નદીમાંથી સ્કીમર મશીન મારફતે રોજનો 15 થી 17 ટન તથા મેનપાવરનો ઉપયોગ કરીને રોજનો 5 થી 7 ટન જેટલો ગ્રીન વેસ્ટ બહાર કાઢવામાં આવતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જળકુંભી જેવી વનસ્પતિ 24 કલાકમાં બમણી થતી હોય છે. આ વનસ્પતિના થર એ રીતે પાણીમાં ફેલાઈ જાય છે કે નદીનું પાણી પણ જોઈ શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...